સુરેન્દ્રનગર શીતલનાથ દેરાસરમાં પ્રતિષ્ઠા મહોત્સવનો સુવર્ણ અવસર

વઢવાણ, તા. 1
સુરેન્દ્રનગર ખાતે શિતલનાથ દેરાસર શ્રી મંગલ મૂર્તિ ભગવાન તથા દેવનો પ્રતિષ્ઠા મહોત્સવ સુવર્ણ અવસર
શ્રી શીતલનાથ ભગવાનના જીનાલયમાં હેમાંજલી મધ્યે 3 ભગવાન શ્રી મંગલમૂર્તિ તથા દેવ ઈન્દ્ર યમ કુબેર દેવની પ્રતીષ્ઠા શુભ મુહુર્ત કરવામાં આવશે.
મંગલ કાર્યક્રમ સવારે 8 થી 11-30 સવારે 8 કલાકે નુતન શ્રી બોના 18 અભિષેક (જીનાલયમાં) સવારે 9 કલાકે અન્યથા શરણ ભકિત (પ્રભુ ભકતીનો સંગીત સાથે અદભૂત કાર્યક્રમ) સાથે પૂ.મુનીરાજ શ્રી વીતરાગ વલ્લભ વિમરાજ પ્રવચન આપશે.
વીવીકાર દીપેનભાઈ શાહ, સંગીતકાર કુમાર શેઠ, સ્થળ હેમાંજલી ઉપાશ્રય શુભ દીવસ અષાઢ વદ શુક્રવાર તા.3-8 સકલ સંઘના ભાઈઓ બહેનો પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.
સંપૂર્ણ કાર્યક્રમ શ્રી શીતલનાથ જીન ભકતી મંડળ તથા મહેતા પાનાચંદ ઠાકરશીના ટ્રસ્ટી ગણના સહયોગથી ઉજવવામાં આવશે.
ઉપરોકત કાર્યક્રમમાં શ્રી ભુપેન્દ્રભાઈ શાહ (ભવાનીવાળા) રજનીભાઈ સંઘવી દીલીપભાઈ શાહ રાજુભાઈ (અવન કેટરીંગ) કમલેશભાઈ સંઘવી મહેન્દ્રભાઈ અમૃતભાઈ શાહ લતેરામભાઈ નરેન્દ્રભાઈ મહેતા નરેશભાઈ મહેતા પહકજભાઈ અજયભાઈ તૈયારી કરવામાં લાગી ગયા છે.