કોડીનારમાં કિશાનોના અધિકાર માટે આવતી કાલે નીકળશે રેલી

કોડીનાર તા.1
ગીર સોમનાથ જીલ્લામાં થયેલી અતીવૃષ્ટીથી જીલ્લા ભરના ખેડુતોની ખેતીની જમીન ધોવાઇ ગયા ઉપરાંત ગામડાઓમાં રહેતા ખેડુતોના ઘરોમાં પણ પાણી ઘુસી જતા ખેડુતો પાયમાલ થઇ ગયા છે.
ત્યારે આગામી તા.3 ઓગસ્ટને શુક્રવારના રોજ સમગ્ર ગીર સોમનાથ જીલ્લાના ખેડુતોની એક રેલી સોમનાથ બાય પાસથી કાઢીને વેરાવળ કલેકટર કચેરી ખાતે કિશાનોના અધિકારી અને થયેલી નુકશાનીના વળતર માટે તેમજ જમીન માપણીની નવેસરથી કામગીરી હાથ ધરવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓની માંગણી કરતુ એક આવેદન જીલ્લા કલેકટરને આપવાનું આયોજન હાથ ધરાયું છે.
આ રેલીમાં કોડીનાર તાલુકાના અસરગ્રસ્ત ખેડુતો બહોળી સંખ્યામાં જાન અધિકારી મંચના નેજા હેઠળ જોડાનાર છે. તેવું મંચના પ્રમુખ પ્રવિણભાઇ રામની યાદીમાં જણાવ્યું છે.