યોગથી સમાધી સુધી પહોંચી શકાય : ડો. કમલ પરીખ

રાજકોટ તા. 1
લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ચાલી રહેલી આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી શું કરીએ તો સદાય સાજા રહીએ અંતર્ગત તાજેતરમાં ડો. કમલ પરીખનું મેજીક ઓફ યોગા વિષય ઉપર પ્રવચન યોજાયું હતું. અને મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ તેનો લાભ લીધો હતો. આ પ્રવચન દરમિયાન ડો. કમલ પરીખએ યોગ આપણા જીવનમાં કેટલો બદલાવ લાવે છે. તે વિષે વિસ્તૃત છણાવટ કરતા કહ્યુ હતું કે, યોગથી સમાધી સુધી પહોંચી શકાય છે.
તેમણે કહ્યું હતું કે, 21મી સદીમાં યોગ ખુબ જ પ્રચલિત થઇ ગયું છે. યોગની વૈજ્ઞાનિક પ્રમાણિત કરે છે કે યોગના માધ્યમથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકાય છે. અનેક શારીરિક રોગો ઉપર યોગના પ્રભાવોનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેના નિષ્કર્મના ભાગરૂપે કહી શકાય કે યોગ ખરેખર પોતાના શરીર અને મન સાથે મેજીક જેવું કાર્ય કરે છે. એટલે યોગના પ્રભવોને જોતાં અને મેજીક ઓફ યોગા કહી શકાય છે.
તેમણું ઉભેર્યૂ હતું કે, પ્રાચિન ગ્રંથોમાં યોગની વ્યાખ્યા કરવામાં આવી છે. ઋષિમુનિઓ, સાધુ - સંતો, તપસ્વીઓ અને સાધકોએ આદિકાળથી યોગને જીવનમાં અપનાવી પોતાના જીવનને સાર્થક બનાવ્યું હતું. યોગ સાધનાની પધ્ધતિ છે. યોગના વિવિ પ્રકારો છે જેમાં જ્ઞાનયોગ, ભકિતયોગ, કર્મયોગ, મંત્રયોગ, લયયોગ, હઠયોગ, રાજયોગ પ્રચલિત છે.
ડો. પરિખ કહ્યું હતું કે, મહર્ષિ પતંજલિએ યોગના આઠ અંગોની વ્યાખ્યા કરી છે જેના માધ્યમથી સમાધિ સુધી પહોંચી શકાય છે જેને અષ્ટાંગ યોગ કહેવાય છે.
1. યમ - યોગનું પ્રથમ અંગ છે યમ. અહિંસા, સત્ય, અસ્તેવ, બ્રહ્મચર્ચ અને અપરિગ્રહ આ પાંચ યમ છે.
2. નિયમ - યોગનું બીજું અંગ છે નિયમ, શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્ર્વર પ્રાણીધાન આ પાંચ નિયમ અંતર્ગત આવે છે જેનું પાલન કરવું યોગ સાધના માટે આવશ્યક છે.
3. આસન - યોગનું ત્રીજું અંગ છે આસન. શરીરને આરોગ્યમય રાખવા માટે આસન ખુબજ જરૂરી છે.
4. પ્રાણાયામ - યોગનું ચોથું અંગ છે પ્રાણાયામ, યોગમાં શ્ર્વાસ-ઉચ્છશ્ર્વાસને ખુબ મહત્વ અપાય છે. પ્રાણાયામ એટલે શ્ર્વાસ ઉપર નિયંત્રણ અથવા પ્રાણસંયમ
યોગ્ય પધ્ધતિથી વાયુ લેવો, વાયુછોડવો અને વાયુ ધારણ કરવો જેથી પ્રાણાયમના લાભ અનુભવી શકાય છે. શ્ર્વાસને પુરક, રેચક અને કુંભક કરવું. પ્રાણાયમના વિવિધ પ્રકારો જેમાં સૂર્યભેદન, ઉજજયી, શીતલી, સીત્કારી, ભસ્ત્રીક અને પ્લાવીની મુખ્ય છે.
5 . પ્રત્યાહાર - યોગનું પાંચમું અંગ છે પ્રત્યાહાર, પ્રત્યાહાર એટલે ઇન્દ્રીઓ ઉપર સંયન
6. ધારણા - યોગનું છઠ્ઠુ અંગ છે ધારણા. ધારણા એટલે ચિતને સ્થિર કરવું.
7. ધ્યાન - યોગનું સાતમું અંગ છે ધ્યાન. વર્તમાન ક્ષણમાં રહી મનને એકાગ્ર કરવું ધ્યાન કહેવાય છે. યોગ સુત્રમાં ઉલ્લેખ છે - તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમાં અથર્તિ તે જ વિષયમાં એકધારાપણું એટલે ધ્યાન
તેમણે લોકોને જીવનમાં યોગને અપનાવવામાં અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, નિયમિત યોગા કરવાથી શરીર અને મન હંમેશા સ્વચ્છ રહે છે.