ઉનાના કોબ-ભીંગરણ ના તલાટી મંત્રી 35 દિવસથી ગાયબ

અસરગ્રસ્ત પરીવારોની મુશ્કેલી વધી છતાં હજુ પણ બન્ને ગામે ન પહોચતા ગામ લોકોમાં ઉઠ્યો રોષ..
ઉના તા.1
ઉના તાલુકાના દરીયાઇ કાંઠા વિસ્તારમાં આવેલ કોબ, ભીંગરણ ગામના તલાટી મંત્રી 35 દિવસથી બન્ને ગામમાં અતિભારે વરસાદ અને ગામમાં પાણી ઘુસી ગયેલ હોય લોકો ભારે અસરગ્રસ્તનો ભોગ બન્યા હોવા છતાં ગ્રામ પંચાયતના તલાટી મંત્રી આ બન્ને ગામોમાં ડોકાયા ન હોવાને કારણે ભારે રોષ ઉઠી રહ્યો છે. એક તરફ આ બન્ને ગામોમાં વરસાદના કારણે લોકો તારાજીનો ભોગ બનેલ છે. અને માલમીલ્કત સામગ્રી તણાઇ ગયેલ હોય આવા મુસીબત વખતે તલાટી મંત્રી જેવા જવાબદાર સરકારી કર્મચારી તા.26.6.થી 1. 8. 218 સુધી પોતાની ફરજમાં હાજર ન રહેતા આ બન્ને ગામોમાં પંચાયતને લગતા કોઇપણ વિકાસના કામો થતાં ન હોય તથા લોકોના જન્મ-મરણ અન્ય સરકારી ડોક્યુમેન્ટ તલાટી મંત્રીની ગેરહાજરીના કારણે મળતા ન હોવાના કારણે ગામ લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે. આ ગામમાં ક્યારે પણ નિયમીત તલાટી મંત્રીની પોસ્ટ ભરાયેલ ન હોય અને બન્ને કંઠાળ વિસ્તારના ગામોમાં ચાર્જમાં રહેતા તલાટી મંત્રી અનિયમીત કાયમી ધોરણે રહેતા હોય જેના કારણે બન્ને ગામના વિકાસના કામો અટકી પડેલ હોય આ બાબતે ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ સોલંકી તેમજ કોબ ગામના સરપંચ પુરીબેનએ તાલુકાના વિકાસ અધિકારીને લેખિતપત્ર પાઠવી કાયમી ધોરણે બન્ને ગામ વચ્ચે તલાટી મંત્રીની તાત્કાલીક નિમણુંક આપવા માંગણી કરાયેલ છે. જો આ માંગણી વહેલીતકે તંત્ર દ્રારા ઉકેલ લાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવા ચિંમકી અપાયેલ છે.