વેરાવળના ડારી ગામનો વાડી વિસ્તારનો રસ્તો બિસ્માર

  • વેરાવળના ડારી ગામનો વાડી વિસ્તારનો રસ્તો બિસ્માર
    વેરાવળના ડારી ગામનો વાડી વિસ્તારનો રસ્તો બિસ્માર

પ્રભાસપાટણ, તા. 1
વેરાવળ તાલુકાનાં ડારી ગામે વાડી વિસ્તારમાં જવા માટે ખેડુતોમાં ફાળો કરી અને આ રસ્તો બનાવેલ જેથી વાડી વિસ્તારમાં અવર-જવરમાં સરળતા રહે પરંતુ ડારી ગામની આજુબાજુ અનેક બિન કાયદેદસર જીંગા ઉછેર ફાર્મ ચાલે છે આ જીંગા ફોર્મનાં લોકો દ્વારા આ રસ્તા ઉપર સતત ભારે વાહનો ચલાવે છે જેના કારણે રસ્તો અતિ બિસ્ર બનેલ છે અને ખેડુતોને વાડી વિસ્તારમાં જવામાં ખુબજ અગવડ પડે છે અને નાના-વાહનો ચલાવી શકતા નથી અને ચલાવે તો વાહનો સ્લીપ થવાનાં બનાવો બને છે.
ખેડુતોએ ફાળો ઉઘરાવીને આ રસ્તો બનાવેલ છતા આ જીંગા ફાર્મના માલીકોએ રસ્તો બગાડી નાખેલ છે અને અત્યારે ખેડુતો હેરાન થાય છે અને તેમનાં વાહનો પડવાનાં બનાવો રોજના બને છે અને નાની-મોટી ઈજાઓ થાય છે તો આ વાડી વિસ્તારનાં રસ્તા ઉપર બીન કાયદેસર ચાલતા જીંગા ઉછેર કેન્દ્રનાં માલીકોનાં ભારે વાહનો બંધ કરવા ખેડુતોએ માંગણી કરેલ છે.