ઉના શહેરમાં પાણીપુરીના ધંધાર્થીઓ વિરૂધ્ધ ફૂડ વિભાગની સઘન ઝુંબેશ

  • ઉના શહેરમાં પાણીપુરીના ધંધાર્થીઓ વિરૂધ્ધ ફૂડ વિભાગની સઘન ઝુંબેશ
    ઉના શહેરમાં પાણીપુરીના ધંધાર્થીઓ વિરૂધ્ધ ફૂડ વિભાગની સઘન ઝુંબેશ

ઉના તા.1
સરકાર દ્રારા પાણીપુરી પર પ્રતિબંધ મુક્યા બાદ પાણીપુરીના ધંધાર્થીઓ દ્રારા પ્રતિબંધના અવગણના કરતા હોય અને બેરોકટોક હલકી ગુણવતાની પાણીપુરીથી લોકોના આરોગ્ય પર ખુલ્લે આમ ચેડા થતા હોય અને હાલમાં રોગચાળાઓ માટે પાણીપુરીમાં વપરાતા મસાલા સહીતની ચિજવસ્તુઓ આરોગ્ય માટે નુકશાન કારક હોય છે. બટેટા, ચણા, અને પુરી બિનઆરોગ્ય પર હોવાના કારણે પાણીપુરીનુ ઉત્પાદન અને વહેચાણ અટકાવવા ઉના નગરપાલીકાના ફ્રુડ ઇન્સપેક્ટર તેમજ સ્ટાફ દ્રારા પાણીપુરી વહેચનારાને પાંચ દિવસ પહેલા બંધ કરવા માટે ચેતવણી અપાયેલપણ શહેરના વિવિધ વિસ્તારમાં પાણીપુરીનો ધંધો ધમધમતો હોય આ વહેચાણને અટકાવવા નગરપાલીકા ફ્રુડ વિભાગના અધિકારી જી ગુજ્જર તથા તેમના સ્ટાફે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને પાણીપુરી ઉત્પાદન લોકોના ઘરો અને ગોડાઉન પર દરોડા પાડી 50 કિલો બટેટા, 5 કિલો વાસી મમરા તેમજ 10 કિલો જેટલો પુરી અને પાણી તેમજ ચટણીઓનો નાશ કરવામાં આવ્યો હતો. હજી પણ અનેક વિસ્તારમાં પાણીપુરીનું ઉત્પાદન યથાવત હોય કેટલાક સ્થળે લારીઓ ચાલતી હોય ફ્રુડ વિભાગની સુચના છતાં શહેરી વિસ્તારના નગરજનો અને ખાસ કરીને યુવાધનને હોસે હોસે પાણીપુરીનો સ્વાદ ચખાડતા અને અખાદ્યય ચિજવસ્તુ વહેચતા વેપારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ફ્રુડ વિભાગના અધિકારીએ જણાવેલ છે.