મનપામાં સ્ટોક ઇન્સ્પેકટર નોકરી ઉપર હાજર ન થતાં અંતે બરતરફ

રાજકોટ તા.1
બેરોજગારીના આ સમયમાં સરકારી વિભાગનાં સારી નોકરી મેળવવી યુવાનો માટે કઠીન છે ત્યારે રાજકોટ મનપામાં ઉલટી ગંગા જોવા મળી છે. હાલમાં સોલીડ વેસ્ટ શાખામાં સ્ટોક ઇન્સ્પેક્ટરની જગ્યા ભરવામાં આવી હતી. જે ઉમેદવારની મેરિટનાં આધારે નિમણુંક કરવામાં આવી છે તેઓ પહેલા દિવસથીજ નોકરી પર આવ્યા ન હતા. મનપાએ ફરજ છતા તેઓ હાજર નહી થતા તેઓને નોકરીની જરૂર નથી તેમ માની મનપાએ આજે બરતરફ કર્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના એ.એન.સી.ડી. વિભાગમાં લાઇવ સ્ોડ ઇન્સ્પેક્ટરની જગ્યા ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવેલ જેમાં ઉમેદવાર વિજય ડી. ગોજીયાની નિમણૂંક કરવામાં આવતા ફરજ પર હાજર થવા રીપોર્ટ આપવામાં આવેલ. તેઓ હાજર થયા બાદ ફરજ પર ન આવતા ફરજ પર હાજર થવા જાણ કરવા છતાં ફરજ પર હાજર ન થતા આખરી નોટીસ આપવામાં આવેલ. નોટીસ રજી.એ.ડી.થી. સ્વીકાર કરવા છતાં ફરજ પર હાજર થયેલ નથી. તેમજ હાજર થવા અંગે કોઇ લેખિત જવાબ પણ તેઓ દ્વારા રજુ કરવામાં આવેલ નથી.
આમ, ઉપરોક્ત વિગતો ધ્યાને લેતા મજકુરને નોકરીની જરૂરીયાત જણાતી ન હોવાથી ગુજરાત રાજય (શિસ્ત અમે અપીલ) નિયમો-1971 હેઠળ અમોને મળેલ સત્તાની રૂએ કલમ-6(7) મુજબ વિજય ડી. ગોજીયાને મહાનગરપાલિકાની સેવામાંથી રૂખસદ આપવામાં આવે છે.