રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ

  • રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
    રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ

રાજકોટ તા.1
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નવરાત્રી વેકેશન જાહેર કરાતા શિક્ષણ જગતમાં વિરોધ નોંધાયો હતો. જેને લઈ રજા ઘટાડી 7 દિવસની કરાઈ છે. સરકારના આ નિણર્યને કોંગ્રેસ વખોડી કાઢી છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ઢોલ સાથે નવરાત્રીના રાસ રમી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને નવરાત્રી વેકેશનથી બાળકોના શિક્ષણ સાથે ચેડા કરવા તેમજ આરટીઈના પ્રવેશનો બીજા રાઉન્ડનો મુદ્દો સાઈડ લાઈન કરવા સરકારનું નાટક હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ડિઈઓને આવેદન આપવામાં આવ્યુ હતું.
વિધાનસભા 70 કોંગ્રેસના પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ રાઓલની આગેવાનીમાં અપાયેલ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરકાર નવરાત્રી વેકેશન જાહેર કરી 21મી સદીમાંથી 18મી સદીમાં દેશને લઈ જઈ રહી છે. બાળકોને ભણવાના બદલે ડાંડિયા રાસ લેવા માટે રજા જાહેર કરી સરકારે માનસીકતા છતી કરી છે. વાલીઓને પણ આ રજા મંજુર ન હોય તો સરકાર દ્વારા આ રજા રદ કરવામાં આવે આગામી દિવસોમાં ભણતર ખુબ જ મહત્વનું હોય અને દેશ પ્રગતીની હરણફાળ ભરતુ હોય ત્યારે આવા સંજોગમાં તઘલખી નિર્ણય સરકાર પરત ખચે તેવી રજૂઆત ડીઈઓ કચેરીએ કરવામાં આવી હતી. ડીઈઓ સગારકા હાજર ન હોવાથી ઈઆઈ વિપુલ મહેતાને આવેદન પાઠવવામાં આવ્યુ હતું અને રજા રદ કરવા જણાવાયુ હતું.
આ તકે ઈન્દુભા રાઓલ (વિધાનસભા - 70 પ્રમુખ), રણજીત (ફરિયાદ પ્રમુખ), મનસુખભાઈ જુણેજા (માઈનોરીટી ચેરમેન, ગોપાલભાઈ ખનડકટ, પ્રભાતભાઈ ડાંગર, કિશોરસિંહ જાડેજા, ઈબ્રાઈમભાઈ જુણેજા, નિલેષભાઈ ડી. ગોહેલ), શબીરભાઈ માંકડા, ઈબ્રાઈમભાઈ સોરા, નીમીષભાઈ પાટડિયા, રાજુભાઈ લોઠિયા, યુનુસભાઈ જુણેજા, રમેશભાઈ તલાટિયા, ઓબીસી ડીપાર્ટમેન્ટ ચેરમેન રાજુભાઈ આમરણિયા, નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઉઘાડ, મહેશભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, કેતન ઝરિયા, ગોપાલ બોરડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.