પ્રભાસપાટણ મચ્છી માર્કેટની પાછળનાં ભાગમાં ગંદકીનાં ગંજ

  • પ્રભાસપાટણ મચ્છી માર્કેટની પાછળનાં ભાગમાં ગંદકીનાં ગંજ
    પ્રભાસપાટણ મચ્છી માર્કેટની પાછળનાં ભાગમાં ગંદકીનાં ગંજ

પ્રભાસપાટણ, તા. 1
પ્રભાસપાટણ મચ્છી માર્કેટની પાછળનાં ભાગનાં રસ્તા ઉપર મોટા પાયે ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારમાં સતત કચરો અને દુર્ગંધ મારતી વસ્તુઓ નાખવામાં આવે છે. જેથી આ રસ્તા ઉપર કાયમી ધોરણે ગંદકી જોવા મળે છે આ ગંદકી જવા થાય છે તેની બાજુમાં દરગાહ આવેલ છે. આ ધાર્મિક સ્થળે મુસ્લીમ સાજનાં લોકો આવતા હોય છે તેમની પણ લાગણી દૂભાય છે.
તેમજ આ ગંદકીની બાજુમાં મચ્છી માર્કેટ આવેલ છે જયા મચ્છીના ધંધાર્થીઓ અને મચ્છી ખરીદી કરવા આવતા ગ્રાહકો આ ગંદકીની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી જાય છે. અને આ ગંદકીની સાથે મોટા પ્રમાણમાં પ્લાસ્ટીક પણ આવતા હોય છે જેથી ખોરાક ભરેલ પ્લાસ્ટીકની થેલીઓ ગાયો આરોગી જાય છે જેથી ગાયો વારંવાર મૃત્યુને ભેટે છે.
તો આ રસ્તા ઉપરથી લોકો પણ સતત અવર-જવર કરતા હોય છે તેઓ પણ આ ગંદકીનો ભોગ બને છે જેથી આ કચરો અને ગંદકી કાયમી ધોરણે સાફ થાય તે માટે મચ્છી માર્કેટનાં ધંધાર્થીઓની માંગણી છે.