જલારામ મંદિર દ્વારકામાં આદર્શ લગ્નોત્સવ યોજાયો

  • જલારામ મંદિર દ્વારકામાં આદર્શ લગ્નોત્સવ યોજાયો
    જલારામ મંદિર દ્વારકામાં આદર્શ લગ્નોત્સવ યોજાયો

શ્રી રઘુવંશી સોશ્યલ ગૃપ, શ્રી જલારામ મંદિર, દ્વારકા દ્વારા સમાજ ઉપયોગી રચનાત્મક પ્રવૃતિઓના ભાગરૂપે સમાજના જરૂરીયાતમંદ વર્ગના બહોળા પ્રતિસાદ પ્રપ્ત થયેલ તેવા માતૃશ્રી વિરબાઇમા આદર્શ લગ્નોત્સવ યોજના અંતર્ગત તાજેતરમાં ર3ર મો આદર્શ લગ્નોત્સવ ખુબ જ સફળતા પુર્વક સંપન્ન થયો હતો. આ સાથે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા લગ્નોત્સવમાં બન્ને પક્ષે 35-35 મળી કુલ 70 માણસોનો ભોજન પ્રસાદ યોજનામાં વધારો કરી બન્ને પક્ષે 51-51 મળી કુલ 102 વ્યકિતઓના ભોજનની પ્રથા અમલી બનાવાઇ હતી. જુલાઇ માસમાં જ ચાર આદર્શ લગ્નો મળી હાલમાં કુલ 232 લગ્નોત્સવ પરીપુર્ણ કરાયેલ છે. માત્ર એક રૂપિયાના ટોકનચાર્જમાં થતાં આ લગ્નોત્સવને સમાજનો ઉમળો પ્રતિસાદ મળ્યો છે. આ લગ્નોત્સવ પ્રસંગે દ્વારકાના અગ્રણી રસીકભાઇ દાવડા પ્રમુખ દ્વારકા લોહાણા મહાજન, મનસુખભાઇ બારાઇ, પ્રમુખ ઓખામંડળ લોહાણા મહાજન, ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, પ્રમુખ શિવગંગા ચે.ટ્રસ્ટ, કે.જી.હિન્ડોચા, પ્રમુખ રઘુવંશી સોશ્યલ ગૃપ દ્વારકા, અશ્ર્વિનભાઇ ગોકાણી, સેક્રેટરી, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારકા, ચેનભાઇ સાતા, કથાકાર તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં લગ્નોત્સવની સાથે સાથે બાલવાટીકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ સંપન્ન કરાયો હતો. (તસ્વીર : ધવલ ચંદારાણા)