ઉનાના સીમાસી ગામે હાઈવેની ઉંચાઈના કારણે જમીન તબાહ

ઉના તા.31
તાજેતરમાં થયેલી ભારે વરસાદના કારણે અતિવૃષ્ટીથી તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા તો ક્યાંક જમીનોનુ ધોવાણ અને મકાનો પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે સીમાસી ગામ પાસેથી પસાર થતી રૂપણ નદીમાં આવેલા ધોડાપુરના કારણે રેવદ તથા સીમાસી ગામમાં ભારે તબાહી મચાવી દીધેલ હતી. અને બન્ને ગામોના ધરોમાં પાણી ધુસી જતાં ધરવખરી તથા અનાજ પલળી જતાં પારાવાર નુકસાન થયું છે. તો બીજી બાજુ સીમાસી નજીક નેશનલ હાઇવે બાયપાસ રોડ બનતો હોય અને આ હાઇવે બાયપાસમાં પાણી નિકાલની કોઇ ખાસ સુવિધા ન હોવાના કારણે આ પાણી રેવદ તથા સીમાસીના ધરો તેમજ ખેતરોમાં ફેલાતા હાલત નસહ નસહ બનાવી દીધી છે. આ બન્ને ગામોના કાંઠા વિસ્તારમાં તો માટી માટીના અવશેષોજ બચ્ચા હોય તે હદે ખેતરોનું ધોવાણ થઇ ગયેલ છે. સીમાસી ગામના નવાપરા વિસ્તારને એક છેડે વેબ્રીજ અને બીજા છેડે પુલ આવતા આ બાયપાસની ઉંચાઇ નવ થી દસ ફુટ સુધીની રાખવામાં આવી હોવાને લીધે નેશનલ હાઇવે બાયપાસની ઉતરે સીમાસી અને દક્ષિણે રેવદ ગામના રહેણાંકી પરાવિસ્તાર આવેલો હોવાથી આ નેશનલ હાઇવે રોડના સત્તાધીસો પાણીના નિકાલ માટે કોઇ નક્કર આયોજન નહી કરે તો ભવિષ્યમાં રૂપેણ નદીમાં આવતા ધસમસતા ધોડાપુર આ બન્ને ગામોનો પરાવિસ્તારને મેદાન બનાવી દેશે તેવી ગ્રામજનોને દહેશત સેવાય રહી છે.