રાજકોટમાં કીકી ડાન્સ અને જાહેરમાં થતા ડાન્સ પર લગાવાયો પ્રતિબંધ

રાજકોટ તા,1
ગત સાંજથી સોશ્યલ મીડિયામાં અને ન્યુઝ ચેનલમાં કિકી ચેલેન્જનો વિડીયો વાઇરલ થયો છે આ ગેરકાનૂની પ્રવૃત્તિ હોવાથી રાજકોટ શહેરમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે. બ્લુવહેલ ગેઇમ બાદ હવે કિકી ચેલેન્જ નામનો ચાલુ વાહનોની સાથે ડાન્સ કરવાનો વિડીયો વાઇરલ થતા યુવાધન આ દિશા તરફ ન વળે તે માટે પોલીસ દ્વારા આવી કોઈ પ્રવૃત્તિ ન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે રાજકોટની જાહેર જનતાને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કિકી ચેલેન્જ ગેરકાનૂની પ્રવૃત્તિ છે જાહેરમાં આ પ્રકારના ચાલુ વાહને કે કોઈપણ રીતે ડાન્સ કરનાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ થયા બાદ રાજકોટમાં આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તે પેલા જ પોલીસ કમિશ્નરે બધાને શાનમાં સમજાવી દીધા છે.