સલાયામાં રખડતા ઢોર તથા અનિયમિત વિજળીથી પરેશાન

  • સલાયામાં રખડતા ઢોર તથા અનિયમિત વિજળીથી પરેશાન
    સલાયામાં રખડતા ઢોર તથા અનિયમિત વિજળીથી પરેશાન

સલાયા, તા. 1
સલાયા શહેરમાં કોંગ્રેસના ઉપપ્રમુખ યાકુબભાઈ બ્લોચે જીલ્લા કલેકટરને પત્ર પાઠવીને રજુઆત કરેલ છે કે સલાયામાં વારંવાર વિજળી પુરવઠો ખોરવાઈ જાય છે. મોનાસુનની કામગીરી વ્યવસ્થિત થયેલ નથી. તેમજ રાત્રી દરમ્યાન કોઈ કર્મચારી સલાયામાં હાજર રહેતા નતી.
સવારે 9 વાગ્યા બાદ કર્મચારી ફરજ ઉપર આવે છે. રાત્રીભર 40 હજારની પ્રજા વિદ્યુત કર્મચારીની સેવા લઈ શકતા નથી. આ ફરીયાદોનો નિવેડો નહિ આવે તો કોંગ્રેસ આંદોલનનો રાહ અપનાવશે.
તેમજ સલાયાની બજારોમાં રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ હોય આવા ઢોરોને પકડીને પાંજરાપોળને હવાલે કરવા ઘટે તેમજ જે માલિકોના ઢોર રખડતા પકડાઈ તેવો ઉપર દંડની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવેલ છે.