ધારી તાલુકા પંચાયતમાં આવકના દાખલા આપવા માંગ

ધારી, તા. 10
ધારી ગામથી મામલતદાર ઓફિસ 4 કીમી દૂર હોવાથી ધારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને દાખલા કઢાવવા માટે પગપાળા અથવા પ્રાઈવેટ વાહન બાંધીને 80 રૂા. ખર્ચીને દાખલા કઢાવવા જવુ પડે છે ત્યારે ચેમ્બર અને બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટણી દ્વારા કલેકટરને રજૂઆત કરી ધારી તાલુકા પંચાયતમાં નવુ બિલ્ડીંગ બનેલ છે ત્યારે તેની અંદર જીસ્વાનનુ કનેકશન તાત્કાલીક આપવામાં આવે તો લોકોના સમય અને પૈસાની બચત થશે.
ગામેથી આતા સામાન્ય લોકો પાસે વાહનની સુવિધા ન હોવાથી ભાડે વાહન બાંધીને 4 કીમી દૂર મામલતદાર ઓફિસે જવાને બદલે ધારી ગામમાં તાલુકા પંચાયતની ઓફિસમાં દાખલા નીકળી શકશે તો આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા ધારાસભ્ય જે.વી. કાકડીયા અને તાલુકા પંચાયત પ્રમુખને રજૂઆત કરવામાં આવેલ છે.
બંધ થયેલ ટ્રેનો ધારી રેલ્વે સ્ટેશનમાં આવતી તમામ ટ્રેનો બંધ થતા ધારી પંથકના મુસાફરો માટે મુશ્કેલી વધી છે અનેક ટ્રેનો ભાવનગર ડીવીઝન દ્વારા બંધ કરી દિધેલ હોય જેનાથી ધારી વિસ્તારના વેપારી મીત્રો અને શ્રાવણ માસના સોમનાથ જતા શીવ ભકતોને મુશ્કેલી પડશે ત્યારે ધારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત કરી તાત્કાલીક બંધ થયેલ તમામ ટ્રેનો શરૂ કરવામાં આવે અન્યથા 6/8ને સોમવારના રોજ ધારી રેલ્વે સ્ટેશન સામે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે.