મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુંઝાયા

ચાંચાપર (મોરબી), તા. 1
મોરબી તાલુકાના ચાંચાપર ખાનપર થોરાળા મોટીવાવડી માણેકવાડા રામેશ્ર્વર ગાંધીનગર નેસડા (ખા) ધુનડા (ખા) નસીતપર મોટા નાના રામપર ઉમિયાનગર કોયલી (કાસા) રામગઢ વિગેરે આસપાસના ગ્રામ પંથકમાં ધરતીપુત્રોના જીવ વરસાદ વિના પડીકે બંધાણા છે.
આ પંથકના ખેડુતોએ આજ દિન સુધીમાં તમામ ઝરમરીયા વરસાદમાં કપાસ વિગેરેનું વાવેતર કરેલ છે. કોઈ વખત સંચરાધાર વરસાદ વરસ્યો જ નથી!! ઝાપટા પડયા છે વાવતર કરેલ મોલનો ઉગાવો સારો છે. એક વરસાદની હાલ જરૂરીયાત છે. જે બે ચાર દિવસમાં વરસાદ નહીં વરસે તો પરિસ્થિતિ વિશંભ બને તેમ નિહાળાય છે. અને ખેડુતોનું લાખો કરોડોનું બી બિયારણ જંતુનાશક દવાના ખર્ચનું તેમજ ચડાવેલ મજુરીનું પરીક્ષણ શુન્યાકાશમાં ફેરવાઈ જવાની વાતો સાંભળવા મળે છે.
તેમાં વળી અધુરામાં પુરૂ રાજયની સરકાર ધરતી પુત્રોને આપવાનો થતો બે ત્રણ વર્ષનો પાક વિમો પણ ચુકવતી ન હોવાથી હવે શું થશે? તે પ્રશ્ર્ને નિંદર હરામ થઈ ગયાનું સંભળાય છે. તેમજ ખેતીવાડીના પાવરના પણ ધાંધીયા શરૂ થયા છે.
ટાઈમ બે ટાઈમ પાવર આપવામાં આવે છે પાવર ગયા પછી કલાકો સુધી કોઈ ભાવ પુછતુ નથી. તેમજ શકતશનાળા ગામે આવેલ વિદ્યુત બોર્ડની કચેરીમાં પણ પ્રજાને અપાતો ઘર વપરાશનો પાવર નિયમિત અપાતો નથી.