દીવ ફુડ શેફટી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

દીવ,તા.1
દીવ કલેકટર ચેમ્બરમાં ફુડ શેફટી વિષેની સ્ટેરીંગ કમીટીની બેઠકમાં કલેકટરની અધ્યક્ષતામાં મહત્વનાં નિર્ણયો લેવાયા હતા. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે કડક પગલાના નિર્ણયોમાં દરેકને ફેસીઆ નંબર દરેક ખાદ્ય સ્ટોલ કે હોટેલ રેસ્ટોરન્ટમાં ડિસ્પલે ફરજીયાત છે.
દરેક રેસ્ટોરન્ટ કે સ્ટોલ વાસી ખોરાક ન રાખે, રેકડીધારકો કેપ, ડેસ ફરજીયાત પહેરે, ફેસીઆ રજીસ્ટ્રેશન નહી હોય તો દંડીત કરાશે.
આ ઉપરાંત તળેલો પદાર્થ છાપાની પસ્તીમાં વેચવો નહી. અને ખરીદનારે પણ છાપાની પસ્તીમાં ખાદ્ય પદાર્થ લેવો નહી તેવી જાગૃતતા ફેલાવવી પણ જરૂરી છે.