જામકંડોરણા તાલુકા રાજપુત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો

  • જામકંડોરણા તાલુકા રાજપુત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો
    જામકંડોરણા તાલુકા રાજપુત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો

જામકંડોણા, તા. 1
જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રીય) સમાજ તથા જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રીય) યુવક મંડળ દ્વારા છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ શ્રી સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન જામકંડોરણા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રિતિબા જાડેજા (ડે.આસી.કમીશ્ર્નર),ભકિતબા જાડેજા (પ્રમુખશ્રી ક્ષત્રીય કરીયર એકેડમી-રાજકોટ), દેવરાજભાઈ ગઢવી (લોક સાહિત્યકાર), શકિતસિંહ જાડેજા (ભુમી ગ્રુપ-ગોંડલ), પ્રવિણસિંહ જાડેજા (પ્રમુખશ્રી પડધરી તા.રાજપુત સમાજ) તેજુભા જાડેજા (પ્રમુખશ્રી જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ) સહિતના આજુબાજુના તાલુકાના પ્રમુખશ્રીઓએ હાજરી આપી હતી.
આ સમારોહમાં ધો.5 થી 12 તેમજ ગ્રેજયુએશન અને માસ્ટર ડીગ્રીમાં તાલુકા કક્ષાએ પહેલો, બીજો, ત્રીજા ક્રમાંક મેળવેલ 58 જેટલા સમાજના વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ તેમજ સમાજના 20 જેટલા વિશિષ્ટ વ્યકિતઓનું પણ આ તકે સન્માન કરવામાં આવેલ આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગીક ઉદબોધન કરેલ હતાં. આ સમારોહમાં આજુબાજુના તાલુકાના સમાજના પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં તાલુકાભરમાંથી સમાજના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી.