મુળી તાલુકામાં પ્લાસ્ટીક મુકત બનતુ લીયા ગામ

  • મુળી તાલુકામાં પ્લાસ્ટીક મુકત બનતુ લીયા ગામ
    મુળી તાલુકામાં પ્લાસ્ટીક મુકત બનતુ લીયા ગામ

મૂળી તા.1
મૂળી તાલુકાના 3500 ની વસ્તી ધરાવતા શ્રી વચ્છરાજદાદા ના આસ્થાના પ્રતિક સમા લીયાગામે ગ્રા.પંની યુવાટીમ અને ગ્રામજનોના સહીયારા પુરુષાર્થ વડે રસ્તા પાણી લાઇટ રોડ ગટર જેવી સુવિધાઓનો હરણફાળ વિકાસ જોતા અન્ય ગામોના સરપંચોએ શીખ લેવા સમાન છે સંપુર્ણ પણે ઝબલા પ્લાસ્ટીક મુકત બનેલુ મુળી તાલુકાનુ પ્રથમ ગામ લીયા ખરેખર આદર્શ ગામ બની રહયુ છે. વિર વચ્છરાજદાદા ના પાવનધામ સમા લીયાગામે દર રવિવારે હજારો ભકતો દાદાના દર્શનાર્થે બાધા આખડી પુરી કરવા આવતા હોય છે. હજારો માનવ મહેરામણ ઉમટી પડતા અહી વેપારીઓ પણ રમકડા કપડા કટલેરી ખાણીપીણી ઠંડાપીણા સહીત આદી ચીજવસ્તુઓનો વેપાર કરવા સ્ટોલ ઉભા કરી પોતાની રોજીરોટી મેળવે છે લીયા ગ્રા.પંના સરપંચપદે યુવા તનવીરસિહ રાણા અને ટીમનુ ગામના વિકાસલક્ષી કાર્યો પર કરવા ખુબ જહેમત ઉઠાવી રહયા છે ગ્રામજનો પણ ઉત્સાહભેર સહકાર આપતા લીયાગામના વિકાસલક્ષી કાર્યો વેગવંતા બનતા લીયાગામે મોટાભાગના રહેણાકના મકાનોમા પાણીના નળ કનેકશનો જોવા મળે છે 85 ટકા ધરોમા શૌચાલયો ની સુવિધા છે. મોટાભાગના વિસ્તારોમા આરસીસી રસ્તા અને ગટર વ્યવ્સ્થા ની કામગીરી પુર્ણ થયેલ છે રાત્રીના સમયે એલઇડી લાઇટોથી સમગ્ર ગામ ઝળહળી ઉઠે છે. લીયાગામની મહીલાઓ માટે સ્નાનાધાટ અને મોક્ષધામ મા 6 લાખના ખર્ચે નવીનીકરણ કરવામા આવેલ છે. સ્વસ્છતાના આગ્રહી એવા તનવીરસિહ દ્રારા સ્વસ્છતા અભિયાન શરુ કરવામા આવતા વેપારીઓએ સ્વૈછિંક ઝબલા પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા ગ્રા.પં દ્વારા કચરાપેટીઓ મુકવામા આવેલ જેથી ગામમા સ્વસ્છતા ઝળવાઇ રહે છે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ અને જીલ્લા અને તાલુકા પંચાયત ની ગ્રાંટ માથી મળતા લાભો ગામના લોકોને વધુમાવધુ મલે તેવા સતત પ્રયત્નો કરી ગામના આર્થિક સામાજીક શૈક્ષણીક વિકાસ પારદર્શક રીતે કરવા કટીબધ્ધ હોવાનુ જણાવેલ. હિન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક સમા ગામમા હિન્દુ અને મુસ્લીમ ના તહેવારો ની સૌ કોઇ ગ્રામજનો ભેગા મળીને ઉજવણી કરે છે જેથી હિન્દુ મુસ્લીમ એકતા ઝળવાઇ રહી છે. ગામના ઉપ સરપંચ પદે મુસ્લીમ સમાજના આમીનભાઇ મુસાભાઇ ની વરણી કરવામા આવી છે ગ્રા.પં ના તલાટીક્રમ મંત્રી તરીકે અરવિંદભાઇ જાદવ ફરજ બજાવે છે. વચ્છરાજદાદા ની અનહદ કૃપા થકી મૂળી તાલુકાનુ લીયા ગામ સપુર્ણ સુવિધા સભર બની ગોકળીયુ ગામ બની રહયુ છે