દીવ-ઘોઘલાના જીંગાફાર્મની લીઝમાં મુદતમાં કરાયો વધારો

  • દીવ-ઘોઘલાના જીંગાફાર્મની લીઝમાં મુદતમાં કરાયો વધારો
    દીવ-ઘોઘલાના જીંગાફાર્મની લીઝમાં મુદતમાં કરાયો વધારો

દીવ,તા.1
ઘોઘલામા જીંગા ફાર્મ સરકારે 10 વર્ષની લીઝ ઉપર આપેલ હતુ. 1પ-1પ હેકટરના ત્રણ જીંગા ફાર્મ ગુલાબખાન કરીમખાન, સુર્યકાન્ત એસ કાપડીયા, પ્રવિણ કાપડીયાના હતા તેની લીઝ 31 જુલાઈઅ પુર્ણ થતાં સવારે 8-30 કલાકે ડે.કલેકટર ડો.અપુર્વ શર્મા, મામલતદાર ચંદ્રહાસ વાજા, ફિશરીઝ ઓફિસર શુકર આંજણી, અને કર્મીઓ ઘોઘલા કોલોની વિસ્તારની પાછળ જીંગા ફાર્મ સ્થળે પહોચ્યા હતા અને 1પ-1પ હેકટરનાં ત્રણ જીંગા ફાર્મનો કબ્જો લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મ્યુનીસીપાલ પ્રમુખ હિતેષ સોલંકીએ દીવ કલેકટર હેંમતકુમારને રૂબરૂ મળી અને રજુઆત કરી કે એક એક ફાર્મમાં પ0 થી પપ લાખનો ખર્ચ થયેલ હોય જેથી થોડી મુદત આપો ત્યારબાદ દીવ-દમણ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલને જાણ કરી પ્રશાસકે માનવતાભર્યુ પગલુ લઈ અને એક માસની મુદત વધારી દેતાં જીંગા ફાર્મ માલીકોમાં ખુશીની લહેર થઈ અને પ્રશાસકનો આભાર માન્યો હતો.
જીંગા ફાર્મ માલિકો પોતાનો પાક લઈ અને એક માસ પછી કબ્જો સરકારને સ્વેચ્છાએ સોંપી દેશે.