જસદણમાં શનિવારે કેબિનેટ મંત્રી લોક પ્રશ્ર્નો સાંભળશે

જસદણ, તા. 1
જસદણ-વિંછીયા વિસ્તારના નાગરિકોના વિવિધ પ્રશ્ર્નો સાંભળવા કિબેનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને શનિવારે બેઠક યોજાશે.
જસદણ પ્રાંત કચેરી ખાતે તા.4-8 ને શનિવારે બપોરે બે કલાકે પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને એક બેઠક મળશે જેમાં જસદણ, વિંછીયા વિસ્તારના દરેક સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં જસદણ વિંછીયા વિસ્તારના નાગરીકો એસટી બસ પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ, નગરપાલીકા, મહેસુલ, પુરવઠા, રેશનકાર્ડ, તાલુકા પંચાયત, પાણી પુરવઠા, પશુપાલન, હોસ્પીટલ આરોગ્ય સહિતના પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગેના પ્રશ્ર્ના, રજુ કરી શકશે. જસદતણ વિંછીયા વિસ્તારના નાગરીકોએ તેમના પ્રશ્ર્નો લેખીતમાં બે કોપીમાં લઈને આ બેઠકમાં ઉપસ્તિત રહેવા યાદીમાં અનુરોધ કર્યો છે.