માંગરોળના શાપુર ગામે પ્રવેશદ્વારનું રવિવારે લોકાર્પણ

માંગરોળ તા.1
માંગરોળ તાલુકાના શાપુર ગામના વતની અને વનવિભાગમાં રેન્જ ફોરેસ્ટર ઓફીસર તરીકે ફરજ બજાવતા નારણભાઈ સગાભાઈ કરમટા સ્વ. માતાપિતાના સ્મરણાથેઁ સ્વખચેઁ બનાવાયેલું નસ્ત્રકૃષ્ણ પ્રવેશદ્રારસ્ત્રસ્ત્ર ગામને અપઁણ કરશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી ઉપસ્થિત રહેશે.
અત્રેથી 3 કિ.મિ. દુર આવેલા અને આશરે 4500ની વસ્તી ધરાવતા શાપુર પ્રત્યેના વતનપ્રેમ અને સમાજ માટે કાંઈક કરી છુટવાની ભાવના સાથે દક્ષિણ ગુજરાતના વ્યારા ડિવિઝનના આર.એફ.ઓ. નારણભાઈ સગાભાઈ કરમટાના સંપૂર્ણ આથિઁક સહયોગથી ગામના પ્રવેશદ્રારનું નિમાઁણ થયું છે. આગામી તા.5ના રોજ ભવ્ય સમારોહ વચ્ચે તેના લોકાપઁણનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્ર્વર ભારતીબાપુ(જુનાગઢ) આ પ્રવેશદ્રારનું ઉદઘાટન કરશે. ગ્રામ પંચાયત ઓફીસ ખાતે યોજાનારા આ કાયઁક્રમમાં અતિથિ વિશેષ તરીકે લોએજ મઢના ભુવાશ્રી ગોવિંદઆતા છેલાણા તથા ચોરવાડ મઢના ભુવાશ્રી ભોજાઆતા શામળા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ વિસ્તારના રાજકીય મહાનુભવો તથા દાતા એવા દંપતિનું વિશેષ સન્માન કરવામાં આવશે. સાંજે ગામ સમસ્ત જમણવાર રાખવામાં આવ્યો છે. આ પ્રસંગ માટે યુવક મંડળ ભારે ઉત્સાહ પૂવઁક જહેમત ઉઠાવી રહ્યું છે.