કચ્છમાં 43.23 લાખના દારૂ સાથે બે પકડાયા

  • કચ્છમાં 43.23 લાખના દારૂ સાથે બે પકડાયા
    કચ્છમાં 43.23 લાખના દારૂ સાથે બે પકડાયા

ગાંધીધામ તા.1
બોર્ડર રેન્જમાં આ અગાઉ ફરજ બજાવી ચુકેલા અને હાલમાં જ બદલી ગયેલા આઇજીપી પીયુષ પટેલે સરહદી જિલ્લાનો ચાર્જ સંભાળતાની સાથે જ આર.આર.સેલની ટીમે અંજારમાથી પાંચ લાખનો શરાબ ઝડપી પાડયો હતો જેમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા છતી થતા જે તે વખતના અંજારના પી.આઇ.એમ. આર. ગોઢાણીયાને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જયારે ભચાઉના શિકરામાં 34 લાખના શરાબ પ્રકરણમાં પણ રાજયસ્તરેથી ગાજ વરસી હતી જેમાં ભચાઉના પી.આઇ.એમ. આર. ગોઢાણીયા તથા પી.એસ.આઇ એએસઆઇ સહિત પાંચ કર્મચારીઓને તાતકાલીક અસરથી આઇજીપી પિયુષ પટેલે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા તો એલસીબીના તમામ સ્ટાફની બદલી કરી દેવાઇ હતી સામખિયાળીમાંથી આર.આર.સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી 43 લાખનો શરાબ પકડી પાડેલ જેમાં સ્થાનિકના જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે કેવા પ્રકારના પગલા લેશે તેના પર પોલીસ બેડાની મીટ મંડાઇ છે.
તાજેતરમાં રાજય સરકાર દ્વારા 66 આઇપી.એસ. અધિકારીઓની કરાયેલી બદલીના પગલે બોર્ડર રેન્જના આઇ.જી.પી. પટેલના સ્થાને આઇજીપી ડી.બી. વાઘેલાની નિમણુંક થતા અને તેઓએ સરહદી બોર્ડર રેન્જનો ચાર્જ સંભાળી લીધા બાદ પાટણ બનાસકાંઠા પૂર્વ કચ્છ ગાંધીધામ અને પશ્ર્ચિમ કચ્છ ભુજ એમ બોર્ડર રેન્જને સાંકળતા જિલ્લાઓમાં ચાલતી દારૂ-જુગારની બદીઓ નેસ્તનાબુદ કરવા કડક સુચના અપી હતી તે અંતર્ગત આર.આર.સેલની ટીમ ભચાઉ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન આર.આર.સેલના પી.એસ.આઇ. ને મળેલી બાતમીના આધારે સામખિયાળી ટોલનાકા પાસેથી 43.23.600/-ના શરાબ સહિત 58,50,700/-ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી બુટલેગરો તેમજ દારૂ પ્યાસીઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલાની સુચનાથી આર.આર.સેલની ટીમ પેટ્રોલીંગ હતી દરમયાન પીએસઆઇ એ.એસ. રબારીનેુ મળેલ બાતમી આધારે સામખિયાળી ટોલનાકા પાસે વોચમાં હતી.
દરમ્યાન બાતમીવાળા ટ્રેઇલર નંબર આર.જે.19 જી.બી. 1273 વાળું આવતા તેને રોકાવી ટ્રેઇલરની તલાસી લેતા જુદા જુદા બ્રાન્ડની શરાબની પીટીઓ નંગ 88ર, બોટલો નંગ 10584 જેની કિંમત રૂા.43.23.600/- ની મળી આવી હતી. ટ્રેઇલરના ચાલક દીપારામ તગારામ જાંટ (સેવર) (ઉ.વ.22) તથા ભીયારામ હનુમાનરામ જાંટ (માયલા) (ઉ.વ.20) (રહે.બંને ગામ સારલા, તા.સેડવા, જિ.બાડમેર, રાજસ્થાન) નેપકડી પાડયા હતા. તેમના પાસેથી રોકડ રૂા. 24.600/- તથા ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂા.2500/- તેમજ 15 લાખના ટ્રેઇલર સહિત 58.50.700/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપીઓની પુછપરછમાં દારૂનો જથ્થો મોકલનાર રાકેશ રાઠી (રહે. સાંચોર, રાજસ્થાન) તથા રાજેશ ચૌધરી (રહે.દિલ્હી) વાળાએ મોકલાવ્યો હોવાની કેફીયત આપતા જથ્થો મોકલનાર તથા મંગાવનાર સહિતના આરોપીઓ સામે સામખિયાળી પોલીસ મથકે પ્રોહી. ધારા હેઠળ ફોજદારી નોંધાવી દારૂનો જથ્થો તથા પકડાયેલા આરોપીઓને સ્થાનિક પોલીસના હવાલે કર્યા હતા. દરોડાની કામગીરીમાં પીએસઆઇ એ.એસ. રબારી સાથે સ્ટાફના કીરીટસિંહ ઝાલા, નરપતસિંહ સોલંકી, જગદીશસિંહ સરવૈયા તથા સારથી મજીદભાઇ સમા વિગેરે જોડાયા હતા.