માટી-ઢેફાવાળી મગફળીમાં મોટી ધાણેજ મંડળીના પ્રમુખ-મંત્રી સહિત ત્રણ સામે ફરિયાદ

  • માટી-ઢેફાવાળી મગફળીમાં મોટી ધાણેજ મંડળીના પ્રમુખ-મંત્રી સહિત ત્રણ સામે ફરિયાદ
    માટી-ઢેફાવાળી મગફળીમાં મોટી ધાણેજ મંડળીના પ્રમુખ-મંત્રી સહિત ત્રણ સામે ફરિયાદ
  • માટી-ઢેફાવાળી મગફળીમાં મોટી ધાણેજ મંડળીના પ્રમુખ-મંત્રી સહિત ત્રણ સામે ફરિયાદ
    માટી-ઢેફાવાળી મગફળીમાં મોટી ધાણેજ મંડળીના પ્રમુખ-મંત્રી સહિત ત્રણ સામે ફરિયાદ

રાજકોટ, તા.1
જેતપુર તાલુકાના પેઢલા ગામે ગુજકેટના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલી ટેકાના ભાવે ખરીદી થયેલી મગફળીમાં ભેળસેળ મિલાવટનાં કારસ્તાનનો પરપોટો ફૂટયા બાદ ગુજકેટના વેરહાઉસના મેનેજરે માળીયા હાટીના મોટીધાણેજ સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ થતા આ ત્રણેયની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન ગોડાઉનમાં કલેકટર જિલ્લા પોલીસ વડાએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દરમિયાન મોડી સાંજે પોલીસે મોટીધાણેજ સેવા સહકારી મંડળીના ઉપપ્રમુખ અને ત્રણ સભ્યોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી છે ચારેય શકમંદોને ઉઠાવી લેતા મગફળી કૌભાંડમાં નવાજુની થવાના નિર્દેશ મળી રહ્યા છે.
માળીયાહાટીનાના મોટીધાણષજ સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાયા બાદ આ જથ્થો ગુજકેટને આપવામાં આવ્યો હતો. ગઈકાલે વેપારીઓ દ્વારા મગફળીની ખરીદી કરતી વખતે તેમાંથી માટી ઢેફા નિકળતા મસમોટું કૌભાંડ હોવાનો પર્દાફાશ થયો હતો.
જેતપુરના પેઢલા ગામે જયશ્રી ઈન્ટર નેશનલ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ મગફળીમાં માટી-ઢેફા નિકળ્યા બાદ આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ તપાસમાં ઝંપલાવ્યું છે.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યુ હતું કે, ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલી મગફળીની 31000 ગુણીની ચકાસણી માટે પુરવઠા તંત્ર સહિત અન્ય સરકારી વિભાગોના અધિકારીઓની છ જેટલી ટીમો બનાવી ચકાસણી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યુ હતું કે, ચકાસણી દરમિયાન પ્રાથમિક સ્તરે મગફળીની ગુણીમાંથી માટી અને ઢેફા નિકળ્યા છે. એટલે પ્રાથમીક દ્રષ્ટિએ મગફળીમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ મળ્યો છે.
કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે, ગોડાઉનમાં 14 વિભાગમાં મગફળીની ગુણી ગોઠવવામાં આવી છે. તેમાં રેન્ડમળી તમામ વિભાગમાંથી ગુણીની ચકાસણી હાથ ધરવામાં આવશે સંપૂર્ણ ચકાસણી પછી જ કૌભાંડ અંગેનો રાજય સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે.
ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ મગફળીમાં ગત મોડી રાત્રે ગુજકોના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે અને પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
માળીયાહાટીના તાલુકાના મોટી ધાણેજ ગામની સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવી હતી અને મગફળીનો જથ્થો જેતપુરના પેઢલા ગામે આવેલ જયશ્રી ઈન્ટર નેશનલ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. બોક્ષ.....
મંડળીના ભાંડાફોડની લેખિત ફરિયાદ મુખ્યમંત્રીને કરાઈ હતી
પેઢલા ગામના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલ 4.50 કરોડની 31000 ગુણી મગફળીમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરાઈ હોવાની લેખીત ફરિયાદ ત્રણ ત્રણ વખત મુખ્યમંત્રી, જૂનાગઢ કલેકટરને કરવામાં આવી હોાવાની ચોકાવનારી વિગત ખૂલવા પામી છે. મોટી ધાણેજ સેવા સહકારી મંડળીના સભ્ય સોનસિંગભાઈ ખેભાણંદાઈ જેઠવા, હમીરભાઈ બાવાભાઈ જેઠવા, રામભાઈ અમરાભાઈ જેઠવા, ખુમાણભાઈ રામભાઈ જેઠવા, આલીંગભાઈ બચુભાઈ જેઠવાએ 24 ઓકટોબર 2017ના રોજ, 5 ફેબ્રુઆરી 2018ના રોજ મુખ્યમંત્રી, કૃષિમંત્રી, સાંસદ (જૂનાગઢ), ધારાસભ્ય (માંગરોળ) સહિતનાને લેખીત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. આ કૌભાંડમાં માળીયા તાલુકા ભાજપ પ્રમુખ સામે પણ આંગળી ચિંધવામાં આવી છે.