પોરબંદરમાં માછીમાર બોટ નવા હોદેદારોની વરણી

  • પોરબંદરમાં માછીમાર બોટ નવા હોદેદારોની વરણી
    પોરબંદરમાં માછીમાર બોટ નવા હોદેદારોની વરણી

પોરબંદર,તા.1
પોરબંદરના માછીમારોના અગત્યના પ્રશ્ર્નોના ઉકેલ માટે સતત સક્રીય માછીમાર બોટ એશોસીએશન નવા વર્ષની વ્યવસ્થાપક સમિતિમાં વરણી પ્રમુખશ્રી જાદવજીભાઇ પોસ્તરીયાના અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં જાહેર કરવામાં આવેલ હતી.
નવા વર્ષના કમીટી મેમ્બરો માટે અંદાજે 43 જેટલા સભ્યોની માંગણી કરવામાં આવી હતી તેમાંથી ઉપપ્રમુખ પદે હીતેશ માવજીભાઇ જુંગી, મંત્રીશ્રી દિપક જેઠાલાલ લોઢારી, ખજાનચી મુકેશ પ્રેમજીભાઇ પાંજરી સાથે જ વિશિષ્ટ સલાહકાર સમિતિના સભ્યોમાં માવજી કાનજી જુંગી, બાબુલાલ જાદવજી ખોખરી, હરજીવનભાઇ ખીમજીભાઇ કોટીયા, હરજીભાઇ ખીમાભાઇ બાદરશાહી, વેલુભાઇ ખીમજીભાઇ મોતીવરસ, પ્રેમજીભાઇ નારણભાઇ વાંદરીયા (જલાભાઇ), રણછોડભાઇ ગોવિંદભાઇ ખોખરી, શ્યામભાઇ માવજીભાઇ કોટીયા દ્વારા આ કમીટીનું ગઠન કરવામાં આવ્યું હતું. રચાયેલ કમીટી દ્વારા માછીમાર બોટ એશોસીએશનમાં સેવાભાવથી જોડાયેલાઓએ સક્રીય રહીને માછીમાર બોટ એશોસીએશન દ્વારા તમામ માછીમાર બોટના સભ્યોના હક્ક, હીત માટે તેમજ મહત્વના પ્રશ્ર્નોએ સક્રીય રહેવાની ખાત્રી આપી હતી.