સોલડી ગામમાં બે મકાનમાંથી સવા લાખના મુદામાલની ચોરી

ધ્રાંગધ્રા તા.1
ધ્રાગધ્રા તાલુકાના સોલડી ગામે બે પાડોશીના ઘરમાથી કુલ 127537ની રોકડ તથા દાંગીનાની ચોરી થતાં ચકચાર સાથે ગામમાં ફફડાટ ફેલાયો હતો.
ધ્રાગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા અમિત સંજયભાઇ ત્રિવેદીના મકાનમા તારીખ:-30જુલાઇના રોજ રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા ઇશમો ઘરની પાછળના ભાગે આવેલી બારી તોડી પ્રવેશ કરી કબાટમા પડેલા રોકડ 37000 તથા 75537 રુપિયાના સોના તથા ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા જ્યારે ચોર ગેંગ દ્વારા આ એક મકાનને તારગેટ કયાઁ બાદ તુરંત પાડોશીના મકાનમા પણ હાથ અજમાવ્યો હતો જેમા પાડોશીના મકાનમા પણ 15000 રોડકની ઉઠાંતરી કરી ચોર ગેંગ પલાયન થઇ ગઇ હતી સવાર પડતા ઘરફોડ ચોરી થયેલ મકાન માલિક તથા પાડોશીને જાણ થતા તેઓએ તુરંત ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી અજાણ્યા ઇશમો વિરુધ્ધ પોતાના મકાનમા ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરફોડ ચોરી કયાઁ હોવાની ફરીયાદ નોંધાવી છે ત્યારે ચોર ગેંગ સક્રિય થતા તાલુકા પોલીસને પણ વહેલી તકે સક્રિય થઇ વધુ ઘરફોડ ચોરીના બનાવો અટકે તેવા હેતુથી તપાસ કરી આ ચોરગેંગને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.