ગોંડલ તાલુકાના ગામડાઓમાં તલાટી મંત્રી દ્વારા નિભાવાતા બે નંબરના પત્રકમાં અનેક ક્ષતિઓ

ગોંડલ તા.1
ભારત ની આઝાદી પછી પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે જે હક્ક હિસ્સા હતા તેને લોકોની અસાક્ષરતા ને કારણે અપડેટ થયેલ ના હોય અને હાલની પેઢીને તેનો આધાર મળતો ના હોય એ માટે જરૂરી બે નંબરના પત્રકમાં પણ ક્ષતિઓ રહેતી હોય લોકોને પોતાના મકાનમાં જ અસ્થાયી હોવાનો ભય સેવી રહ્યો છે જે અંગે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ જાડેજાને લોક સંવાદ કાર્યક્રમ અંતર્ગત રજૂઆત કરવામાં આવી હતી કે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી મંત્રીઓ દ્વારા જે 2 નંબરનું પત્રક નિભાવવામાં આવે છે તેમાં ઘણી ક્ષતિઓ છે, લોકોને પોતાના ઘરનો આધાર મળી રહ્યો નથી, જેના કારણે લોકો ઘરનું વેચાણ કે લોન પણ લઈ શકતા નથી, પંચાયત રાજ અમલમાં આવ્યું ત્યારે 50 વર્ષની લીઝ કરેલ હતી તે પૂરી થતાં તેને આપોઆપ રીન્યુ કરવાની હોય છે, પરંતુ સરકારી અધિકારીઓ તેમાં ભ્રષ્ટાચાર કરતા હોય છે તેમજ બે નંબરના પત્રકમાં સત્તા પ્રકાર ફેર હોય તો પણ પ્રશ્ન થાય છે, તો સરકાર તાત્કાલિક એક ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત તેમજ ગ્રામસભાને વિશ્વાસમાં લઈ એક કમિટીની રચના કરી તે કમિટીમાં સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન ગ્રામ્ય લેવલે સભ્ય બનાવીને તે કમિટી દ્વારા નવી માપણી ગામ તળના પ્લોટની કરી હયાત મકાનોને બે નંબરના રજીસ્ટરમાં ચઢાવી આપે તો જ આ પ્રશ્નનો કાયમી નિરાકરણ થાય અન્યથા લોકો પોતાના જ મકાનમાં અસ્થાઈ હોવાનો ભય સેવી રહ્યા છે અને લોન ન મળતી હોય તો અસુરક્ષિત મહેસૂસ કરે છે તો તાકીદે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે તેવું અંતમાં જણાવ્યું હતું.
પ્રફુલભાઈ ટોળીયા વધુમાં કહ્યું હતું કે પંચાયત ધારા મુજબ આ કામ કરી શકાય છે તેમજ પેશકદમી ઓ પણ જો નિયમિત કરી શકાય તેવી હોય તો દંડ વસુલ કરીને કરી શકાય તો આ તાલુકાના દરેક ગામમાં નાની મોટી પેશકદમી ઓ છે જેમાં વાવડી નો વિડો, દેરડી કુંભાજી, રાણસીકી રોડ ઉપર સોસાયટી ને નિયમિત કરવા માટે આ કમિટી દ્વારા જરૂરી દંડની રકમ લઈને રોડ રસ્તા નો ધ્યાન રાખીને તેઓને નિયમિત કરી અપાઇ તેવી લોકોની માંગ છે.
આ ઉપરાંત જે સરકારી શાળા થી ત્રણ કિમી દૂરથી પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સ્કૂલે લાવવા તથા મુકવાનો ખર્ચ સરકાર ઉઠાવે છે આરટીઓ ના નિયમો મેટાડોરમાં પાસે મુજબ 11 પેસેન્જર બેસાડી શકાય અને બાળકોની ઉંમર નાની હોય તો 22 બાળકો બેસાડી શકાય તે માટે આર.ટી.ઓ સાથે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવા જણાવાયું હતું.