ધોરાજીમાં ઈજાગ્રસ્ત આધેડને દાખલો કઢાવવા એમ્બ્યુલન્સમાં જવુ પડયું

  • ધોરાજીમાં ઈજાગ્રસ્ત આધેડને દાખલો કઢાવવા એમ્બ્યુલન્સમાં જવુ પડયું
    ધોરાજીમાં ઈજાગ્રસ્ત આધેડને દાખલો કઢાવવા એમ્બ્યુલન્સમાં જવુ પડયું

ધોરાજી તા.1
ધોરાજી મામલતદાર કચેરીમાં ઈજા ગ્રસ્ત આધેડ ને આવકના દાખલા માટે એમ્બ્યુલન્સ લઈ ને દાખલો કાઢવા માટે આવેલ છતાં તંત્ર નું પાણી હલેલ નહિ....તેમજ લાક સુધી ઈજાગ્રસ્ત અને તેની પત્ની હેરાન થયા પરંતુ કોઈએ માનવતા દાખવી નહિ...?અને સરકાર ની દિવ્યાંગ માટે જે યોજના છે એનું આ જોતા પાણી ઢોર કરી નાખ્યું
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી ના કોલેજ ચોક પાસે રહેતા પટેલ મહેન્દ્રભાઈ વાલાંણી ને પગ માં ફેક્ચર હોવાથી 2 મહિના નો પાટો આવેલ અને પુત્ર ના એડમિશન માટે આવક ના દાખલો કાઢવા ની ફરજ પડી પરંતુ મહેન્દ્રભાઈ પોતે ચાલી નહીં સકતા પુત્ર એ મામલતદાર ને વિનંતી કરી પરંતુ અરજદારે જાતેજ આવું પડે એવું જણાવતા અંતે મહેન્દ્રભાઈ વાલાણી એ એમ્બ્યુલન્સ ભાડે બોલાવી એની પત્ની સાથે મામલદાર ઓફિસ આવ્યા અને 2 કલાક પરેશાન થયા પરંતુ કોઈ મદદે આવ્યું નહિ.....?
ધોરાજી માં મામલતદાર મહેન્દ્રભાઈ હુબડા નો સંપર્ક કરતા તેવો એ જણાવેલ કે દિવ્યગો માટે સરકાર ની યોજના છે અને અહીં આવી સકતા નહોય તો અમારો તલાટી મંત્રી જાતે જય મદદ કરે છે
અરજદારે અમોને જાણ કરવી જોઈએ જયારે
અરજદાર ના પત્ની વિજ્યાબેન મહેન્દ્રભાઈ વાલાણી ને પૂછતાં તેવો એ જણાવેલ કે મારા પુત્ર ના એડમિશન માટે આવક ના દાખલા ની જરૂર પડી પરંતુ મારો પુત્ર જાતેજ મામલતદાર ને રૂબરૂ મળ્યો પરંતુ અરજદારે રૂબરૂ આવું પડે એવું જણાવતા અમારે એમ્બ્યુલન્સ ભાડે બંધાવી રૂબરૂ આવવાની ફરજ પડી છે અહીં આવ્યા બાદ પણ કોઈ એ મદદ નથી કરી 2 કલાક થી હેરાન થાઈ છીએ સરકાર ની અનેક યોજના ગરીબો માટે હોવા છતાં સરકારી બાબુઓ પોતાની ઓફિસ છોડી સકતા નથી ...? જેના કારણે સરકાર બદનામ થાઈ છે