વંથલી ગુરૂકુળમાંથી ફાંસો ખાધેલ વૃદ્ધની લાશ મળી

જુનાગઢ, તા. 1
વંથલીના સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતેથી આજે એક વૃદ્ધનો ગળાફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે પ્રાપ્ત અહેવાલો મુજબ વંથલી ખાતે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુલની બાજુમાં રહેતા વલ્લભભાઈ રામજીભાઈ સાપરીયા ઉ.વ.70 આજે સવારના પોણા છ વાગ્યા પહેલા કોઈ પણ સમયે ગુરૂકુલનો દરવાજો કુદીને ગુરૂકુલમાં પ્રવેશી ગળાફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો જેની વહેલી સવારે કોઈને જાણ થતા વંથલી પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી વૃદ્ધનો મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો.
પ્રાથમીક માહિતી મુજબ વંથલી ખાતે રહેતા મરણ જનાર વલ્લભભાઈ સાપરીયાનો યુવાન પુત્ર તાજેતરમાં જ મૃત્યુ પામેલ હતો જેથી વલ્લભભાઈ ઘણા સમયથી માનસીક તાણ અનુભવતા હતા અને પુત્રના અવસાનથી વીકવળ હતા ત્યારે આજે વહેલી સવારે વિયોગમાં મોતને અપનાવી લીધી હોવાનું મનાય રહ્યું છે.