ખેડૂતને ચોરીના ગુનામાં શકદાર ગણી પોલીસે બેફામ માર માર્યો

અમરેલી તા.1
નાગેશ્રી પોલીસ મથકનાં પી.એસ.આઇ. તેમજ બે પોલીસ કર્મીઓએ ભાડા ગામના એક ખેડુતને ચોરીના ગુન્હામાં શકદાર તરીકે લાકડી વડે તેમજ મુંઢમાર માર્યાની નોંધાયેલ ફરીયાદથી ભારે ચકચાર જાગેલ છે ખેડુત ચોરીની ઘટનામાં નહોવા છતાં પણ પોલીસના બેહદ મારથી ગ્રામજનોમાં રોષની લાગણી છવાયેલ હતી. પ્રાપ્ત વિગત નાગેશ્રી પોલીસમાં નોંધાવેલ ગુન્હા નંબર 15/18 આઇ.પી.સી. કલમ 380 માં ગત તા. ર9ના રોજ સાંજના 5.30 કલાકે રમેશ કુસાભાઇ ડાભી (ઉ.વ.3રચા રે. ભાડાના ખેડુતને શકદાર તરીકે નાગેશ્રી પોલીસ મથકના પી.એસ.આઇ. પટેલ તેમજ બે પોલીસ કર્મીઓએ લાડકી વડે ઢોર માર મારી અનહદ મુંઢમાર મારતા ઘાયલ ખેડુતને સારવાર અર્થે જુનાગઢ દવાખાને દાખલ કરવામાં આવતા પી.એસ.આઇ. અને બે પોલીસ કર્મી સામે કલમ 323/114 મુજબ ફરીયાદ નોંધાવામાં આવેલ હતી.