માતાએ મોડે સુધી વાંચવાની ના પાડતા ધો. 1ર ની વિદ્યાર્થીનીનો આપઘાત

જુનાગઢ/વિસાવદર,તા.1
વિસાવદરની મોટી મોણપરીની તરૂણીને તેની માતાએ મોડે સુધી વાંચવાની ના પાડતા માઠુ લાગી ગયેલ આ તરૂણીએ ગત મોડી રાત્રે નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વિસાવદરના મોટી મોણપરી ગામની ધોરણ 1ર માં અભ્યાસ કરતી જયોતી મનસુખભાઈ શ્રીમાળી દલીત તરૂણી મોડી રાત્રી સુધી વાંચતી હતી ત્યારે ગત રાત્રીના તેણીની માતાએ રાત્રે મોડે સુધી નહી વાચવાનું કહીને ઠપકો આપતા જયોતીને માઠુ લાગી જવા પામેલ અને ગત મોડી રાત્રીના ગામની ધુનાવાળી નદીમાં ઝંપલાવી મોતને મીઠુ કરી લીધુ હતુ. દરમ્યાન આજ સવારે નદીમાંથી જયોતીની લાશ મળી આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.
10 જુગારી ઝબ્બે
જુનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલાનાં માર્ગદર્શન નીચે ઈન્દ્રજીતસિંહ, રોહીતભાઈ, બેલીમભાઈ સહીતના સ્ટાફે ચોરવાડના ગડુ ગામે આસીફ શરીફનાં મકાનની દિવાલ પાસે જુગાર રમતા નજીર હરજી રામા સહીત 4 શખ્સોને રોકડા રૂા.રર310 તથા મોબાઈલ સહીત રૂા.રર310 ની રોકડ તથા મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે રેઈડ દરમ્યાન રસુલ નુરા નામનો શખ્સ નાસી છુટયો હતો. જયારે ભેસાણ પીએસઆઈ બારીસયાએ સ્ટાફ સાથે રાણપુર ગામે ભગવાનજી પટેલની વાડીએ જુગાર અંગે દરોડો પાડી વાડી માલીક ભગવાનજી પટેલ સહીત 6 શખ્સોને રૂા.61770 ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા અને જુગારીઓ પાસેથી 3 મોબાઈલ તથા 3 મોટર સાયકલ સહીત મળી આવતાં કુલ રૂા.1,19,ર60 નો મુદામાલ જપ્ત કર્યો હતો.