શીલના ભેદી આગકાંડમાં પીએસઆઇ સહિત ચાર સસ્પેન્ડ

માંગરોળ તા. 1
માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશનમાં પાંચ દિવસ પહેલા રેકડઁ રુમમાં લાગેલી આગમાં કોળી યુવાનના થયેલા ભેદી મોતના બનાવમાં બેદરકારી બદલ શીલ પીએસઆઈ સહિત ચાર પોલીસકમીઁને જીલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.
ગત તા.27ના સવારે શીલ પોલીસ સ્ટેશનમાં ઉપરના ભાગે આવેલા રેકડઁ રુમમાં આગ લાગી હતી. એક પોલીસકમીઁને સવારે રુમમાંથી ધુમાડા નીકળતા હોવાનું ધ્યાને આવ્યું તે પહેલા ત્યાં ગોદડુ, કાગળો, ફાઈલો બળીને ખાક થઈ ગયા હતા. જો કે અહીં બેશુધ્ધ હાલતમાં એક યુવાન પણ મળી આવ્યો હતો. જે મૂળ શીલનો વતની અને વષોઁથી મુંબઈ સ્થાયી થયેલા ભાવેશભાઈ લખમણભાઈ બામણીયા (ઉ.વ. આશરે 43) હોવાનું ખુલ્યુ હતું. બનાવ બાદ લાશને પોસ્ટમાટઁમ અથેઁ માંગરોળ હોસ્પિટલે ખસેડાયા બાદ રાજકોટથી આવી પહોંચેલા મૃતકના ભાઈ દિનેશ સહિતના પરિવારજનોએ પોલીસની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો કયાઁ હતા.
ભાવેશ પોલીસ સ્ટેશનના ઉપરના માળે કઈ રીતે પહોંચ્યો , શા માટે, આ સમયે પોલીસ સ્ટેશને ફરજ પર કોઈ પોલીસકમીઁ હાજર હતા કે કેમ, જો હતા તો કોઈએ તેને ઉપર જતા જોયો હતો કે કેમ? સહિતના સવાલો ઉઠાવી પોલીસ તપાસની લેખિત બાહેંધરી ના આપે ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે અત્રેની હોસ્પિટલે ડોકટરોની પેનલે પી.એમ. કયાઁ બાદ યુવકના મૃત્યુનું કોઈ સ્પષ્ટ કારણ ન મળતા મોડી સાંજે મૃતદેહને પી.એમ. માટે જામનગર ખસેડાયો હતો.
ભારે ભેદભરમ સજઁતા આ બનાવમાં યુવક પોલીસ સ્ટેશનના ઉપરના માળે કયારે અને કઈ રીતે પહોંચ્યો તે બાબત મૃતકના પરિજનો માટે જ નહીં, પોલીસ માટે પણ કોયડો બની હતી. ત્યારે આ ઘટનામાં બેદરકારી બદલ જુનાગઢ એસ.પી.એ આજે શીલ પી.એસ.આઈ. આર.આર.ચૌહાણ, હેડ કોન્સ્ટેેબલ ભાઈશંકરભાઈ નાનજીભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ વીરાભાઈ કરમટા અને એલ.આર.ડી. નરેશભાઈ ચુડાસમાને સસ્પેન્ડ કયાઁ હોવાનું જાણવા મળ્યું છે.