અમરેલીમાં સ્કૂલમાં સીડી ઉપરથી પડતા છાત્રનું મોત

અમરેલી તા.1
અમરેલી વિધાનસભા સ્કુલમાં ધોરણ-1માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધોરણ-1 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આજે સાંજના શાળા છુટયા બાદ અચાનક સીડી ઉપરથી પડી જતાં મોત નિપજેલ હતું. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી વિદ્યાસભા શૈક્ષણિક સંકુલમાં ધોરણ-1માં અભ્યાસ કરતો કુશ રાજેશભાઇ ગધેસરીયા(ઉ.વ.6) નામનો વિદ્યાર્થી આજે સાંજના 5.30 કલાકે સ્કુલ છુટતાં સીડીએથી અચાનક પડી જતાં સ્કુલ સંચાલકો દ્વારા તાબડતોબ સારવાર અર્થે પ્રથમ ખાનગી દવાખાતે અસેડવામં આવેલ. તયાં તબિબે સિવિલમાં લઇ જવાનું કહેતા સિવિલમાં બાળકની લાશ પહોંચેલ હતી. બાદમાં લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવેલ હતી. સ્કુલ બિલ્ડીંગના પગથિયેથી પડી જવા અંગે સ્કુલ સંચાલકોએ વિદ્યાર્થીને વાઇની બિમારી હોવાનું જણાવેલ હતું. પરંતુ સાચુ કારણ પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.