જામનગરની મજુર યુવતિનું મશીનમાં માથુ ફસાતા મોત

જામનગર તા.1
જામનગર નજીકના દરેડ ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનામાં કામ કરતી યુવતિનું મશીનમાં માથુ ફસાઇ જતા બનાવ સ્થળે જ તેણીનું કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજયું હતું.
દરેડ જીઆઇડીસી ફેસ-3 ભાડાની ઓરડીમાં રહેતી મુળ ઉતરપ્રદેશની નરગીસ તસ્લીમભાઇ અન્સારી (ઉ.વ.ર0) સકંલ્પ ઇમ્પેકસ નામના કારખાનામાં મંજુરી કામ કરતી હતી. આજે સવારે તેણીએ ઓઢેલા દુપટ્ટો મશીનમાં ફસાઇ જતા તેનું માથુ પણ મશીનમાં ફસાયું હતું અને ધડથી અલગ થઇ ગયું હતું.
આ બનાવમાં ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નિપજતા અન્ય શ્રમીકો પણ ડઘાઇ ગયા હતા અને અંગે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
પાણીમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ
લાલપુર તાલુકાના કાના છીકારી ગામમાં તળાવમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ નિપજયું હતું. કાના છીકારીગામના પન્ના નેશમાં રહેતા મીઠાભાઇ માલાભાઇ ગુજરીયા (ઉ.વ.ર4) તથા તેના અન્ય ચારેક મિત્રો આજે પન્ના ડેમમાં ન્હાવા ગયા હતા આ સમયે મીઠાભાઇ ઉંડા પાણીમાં ગરકાવ થઇ થયેલ પાણીમાં ડુબી ગયા હતો. અને તેમાં તેનું મૃત્યુ નિપજયું હતું આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.