દ્વારકા જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત કાર્યક્રમોની ઉજવણી

ખંભાળિયા, તા. 1
ગુજરાત રાજયના મુખ્યમંત્રીની પ્રેરણાથી સમગ્ર રાજયમાં તા.1/8 થી તા.14/8 સુધી મહિલા સશકિતકરણ પખવાડીયા ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.ર/8/18 ના રોજ બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ તથા તા.પ/8ના રોજ મહિલા આરોગ્ય દિવસની ઉજવણી તા.10/8 ના રોજ સગર્ભા અને ધાત્રીમાતાઓમાં આહાર-વિહાર અને આરોગ્ય વિષયક જાગૃતિ કાર્યક્રમ તેમજ કિશોરીઓને પોષણક્ષમ આહાર અને માર્ગદર્શન, શિશુસંભાળ અને બાળ આરોગ્ય વિષયક માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત સામુદાયિક સ્તરે પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓનું જન્મદર ખૂબજ અસમાન હોય તે અંર્તગત જુદી-જુદી જગ્યાઓએ બેટી બચાવો-બેટી પઢાવો કાર્યક્રમ અન્વયે પ્રદર્શન કરી લોકોમાં બેટીના જન્મને વધાવવા જનસમુદાયમાં લોકભાગીદારી વધે તે હેતુથી બેટી બચાવો, બેટી પઢાવો ના થીમ સાથે પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી કક્ષાએ ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.2/8/18ના રોજ બેટી બચાવો બેટી બઢાવો અંતર્ગત યોગ કેન્દ્ર નગરપાલીકા ખાતે સાંજે 5 થી 6:30 કલાકે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાશે. સોનોગ્રાફી દ્વારા થતી સ્ત્રીભ્રૃણ હત્યા અટકાવવા માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ કાયદાકીય જોગવાઈઓની જાણકારી આપવામાં આવશે.