ફિશરીઝ અને મેરીટાઈમ બે બંદરો છતા પાયાનો ડ્રેજીંગ પ્રશ્ર્ન અણઉકેલ

વેરાવળ તા.1
અરબી સમુદ્ર કાંઠે વસેલ સોમનાથ મંદિરનો અદભુત વિકાસ થયો હોવાથી વિશ્વનના પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર બની રહેલ છે તેવા સમયે સોમનાથ મંદિરના જોડીયાનગર વેરાવળ શહેર રાજય સરકારની આપવું કંઇ નથી પરંતુ લેવાનું બઘુ ની નિતીથી પછાતપણમાં ગરકાવ થઇ રહેલ હોવાનો અહેસા પ્રજાને થતો હોવા અંગે મુખ્યામંત્રી રૂપાણીને ચેમ્બંરના પૂર્વ પ્રમુખ ચીમનભાઇ અઢીયાએ લેખીત વ્યથા વર્ણવતો પત્ર પાઠવ્યો છે.
આ પત્રમાં જણાવેલ કે, શહેર અઘોગતિના માર્ગ પર પુરપાટ દોડતું હોય તેવો અહેસાસ શહેરીજનોને થાય છે અનેક ચીજ વસ્તુઓની આવન-જાવનથી બારેમાસ ઘમઘમતા બંદર થકી એક હજારથી વઘુ મજૂરો અને મઘ્યમવર્ગના લોકો રોજગારી મેળવતા હતા. આ બંદર બે દાયકાથી સદંતર બંઘ છે. આ બંદરમાં આવેલા વેપારીઓના ગોડાઉનોમાં સુવિઘા ઘટાડવાની સાથે ભાડા વઘારવાથી વેપારીઓ મુશ્કેલીમાં છે. ફીશરીઝ અને મેરીટાઇમ બે વિભાગો બંદરો સંભાળતા હોવા છતાં પાયાનો ડ્રેજીંગનો પ્રશ્ન અણઉકેલ છે.
તાજેતરમાં સાત તાલુકાને લાગુ પડતી સીવીલ હોસ્પીટલનું નવું વિશાળ બિલ્ડીંગ બનેલ છે પરંતુ તેમાં જરૂરી નિષ્ણાંત તબીબો, સ્ટાફ અને સારવારની સુવિઘાનો આજે પણ અભાવ હોવાથી ગરીબ દર્દીઓ પરેશાન થઇ રહેલ છે. વેરાવળ શહેર અને જીલ્લામાં મોટા ઉઘોગો આવેલ છે ત્યારે આઇ.ટી.આઇ. જેવા અભ્યાસક્રમો શરૂ કરાય અને સ્થાનીક સ્તરે યુવાનોને મોટી રોજગારી મળી શકે તે બાબતે કંઇ કામગીરી કરાતી નથી. શહેરની હદમાં જગવિખ્યાળત સોમનાથ મંદિર આવેલ હોવાથી કાયમી વી.આઇ.પી. નેતાઓના આટાફેરાથી સ્થાનીક પોલીસ કાયમી બંદોબસ્તમાં જ વ્યસત રહેતી હોવાથી લોકો અસુરક્ષાની લાગણી અનુભવે છે. કારણ કે, પોલીસ સ્ટેકશનનો સ્ટાફ 19 મી સદીનો છે જયારે હાલ 20 મી સદી ચાલી રહી છે. આ અપૂરતા સ્ટા્ફની ઘટ સત્વરે પુરી કરવી લોકોની સલામતિ માટે ખુબ જરૂરી છે.
વેરાવળ-સોમનાથની મઘ્યેથી પસાર થતા સાત કી.મી. ના માર્ગ પર બે રેલ્વે ફાટકો બે દાયકથી શહેરીજનો માટે મુશ્કેલીરૂપ હોવા છતાં ઓવરબ્રીજ બનાવવા અંગે ફકત પોકળ દાવાઓ અને વાયદાઓ જ થયા હોય નકકરી ઝડપી કામગીરી કરાવી જરૂરી છે. દર ચોમાસે શહેરનો મોટાભાગની સોસાયટીઓ, બજારોમાં વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાને ટેકનોલોજી અને નિષ્ણાોંતોની મદદથી કાયમી હલ કરવા કામગીરી કરાવી જરૂરી છે. શહેરના દરીયાકિનારે ચોપાટી નિર્માણનું કામ ગોકળગતિએ ચાલતુ હોય ઝડપથી પુર્ણ થાય તે જરૂરી છે. ગેસ આઘારીત સ્મશાનઘર નિષ્ણાંત સ્ટાફ ના અભાવે મોટા ભાગે બંઘ રહે છે.
વેરાવળ શહેરમાં ભુર્ગભ ગટરનું કામ લોકોને સુવિઘા આપનારુ છે કે પછી દુવિઘા આપતું ...? આ કામ પુર્ણ થાય એવું લાગતું નથી ત્યારે આ બાબતે યોજનાની તપાસ કરી જરૂરી કામગીરી કરાવી આવશ્કાય છે. નવી બનાવાયેલ શાકમાર્કેટ લોકઉપયોગી ન બનવાથી ખંઢેર બની ગઇ હોવાથી શાકભાજી વેંચતી બહેનોને જોખમી રીતે રોડ પર બેસવાની ફરજ પડી રહી છે. તંત્રની ઉપેક્ષના લીઘે એક માત્ર ગાર્ડન ખંઢેરમાં ફેરવાય ગયું છે તેની સ્થિતી સુઘારવાના બદલે શાસકો નવા બે ગાર્ડન બનાવી રહેલ છે. આવો વહીવટ કેમ...? શહેરના ટ્રાફીક પ્રશ્ન વિકટ બન્યો હોય તેનો ઉકેલ કરવા કડક કામગીરી કરવી જરૂરી છે.
વેરાવળ-પાટણ જોડીયા નગરની જનતા હમેંશા સતાઘારી પાર્ટી ભાજપને સાથ આપતી આવી હોવા છતાં સરકાર શહેરને પછાતપણા તરફ સરકતું કેમ અટકાવી શકી નથી...? આવો સવાલ શહેરીજનો ઉઠાવી રહેલ છે. સતાઘારી લોકોમાં શહેરને નવી ઉંચાઇએ લઇ જવા માટે કંઇક આપવાની ઇચ્છાશકિત ન હોય તેવો અહેસાસ શહેરીજનોને થઇ રહેલ છે. કારણ કે, શહેરને મહાનગર પાલીકાનો દરજજો મળી શકે તેવા સંજોગો હોવા છતાં તાજેતરમાં રાજય સરકારે અમુક પાલીકાઓને મહાનગરપાલીકાનો દરજજો આપવા બહાર પાડેલ યાદીમાં વેરાવળ-સોમનાથનું નામ બાકાત હતું.
છેલ્લા છ એક દાયકામાં જોડીયા શહેરમાં કયાંય પણ વેપાર-ઘંઘાનો વિકાસ થવાની સાથે નવી રોજગારી ઉભી થાય તેવુ એક પણ કામ જોવા મળતું નથી તો બીજી તરફ શહેરીજનોને સુવિઘા આપતું એક પણ કામ પુર્ણ થઇ લોકઉપયોગી બન્યુ. હોય તેવું પણ જોવા મળતુ નથી. ત્યારે શહેરીજનોની વેદનાને વાંચા આપવા માંગણી છે.
રસ્તો ચાલુ રાખવા માંગ
વેરાવળમાં વિઘૃતનગરની સામે યોગી વિઘાલયની બાજુમાં રમત-ગમત માટે તથા સ્વીમીંગ પુલ બની રહેલ હોય જેની સાઇડમાંથી પ્રસાર થતો રસ્તો ચાલુ રાખવાની માંગ સ્થાનીક રહેવાસીઓ દ્વારા ચીફ ઓફીસરને કરાયેલ રજૂઆતમાં કરેલ છે.
વેરાવળની વાણંદ સોસાયટી, યોગી વિઘાલય, હરીજન વાસ, વિઘૃતનગર સોસાયટી, પંચવટી સોસાયટી સહીતની સોસાયટી વિસ્તારમાં વોર્ડ નં. 1 તથા 7 માં રહેતા 45 જેટલા લોકોએ ચીફ ઓફીસરને કરેલ રજૂઆતમાં જણાવેલ કે, રમત-ગમત તથા સ્વીમીંગ પુલ માટે નગરપાલિકા દ્વારા બાંઘકામ થઇ રહેલ હોય ત્યારે આ સ્થળ ની બાજુમાં લોકોની માંગણી મુજબ અવર-જવર માટે સીમેન્ટ રોડ વર્ષો પહેલા બનાવવામાં આવેલ છે. આ રોડ થી 60 ફુટના રોડ થી 80 ફુટ રોડ ઉપર જવા માટે ઉપયોગી છે તથા વાણંદ સોસાયટીમાં આવેલ બગીચામાં તથા શાક માર્કેટમાં જવા માટે પણ ઉ5યોગી છે અને યોગી વિઘાલય સ્કૂલના બાળકો ને જવા-આવવા માટે આ રોડ ઉપયોગી હોવાથી લોકો અગત્યની સુવિઘાથી વંચીત ન રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરી રસ્તો બંઘ ન કરવા જણાવેલ છે. આ રજૂઆતની જાણ કલેકટર, પૂર્વ રાજયમંત્રી સહીતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
કોટક સ્કૂલનું ગૌરવ
વેરાવળમાં આવેલ મણીબેન કોટક સ્કૂલમાં અભ્યાસકરતો વિઘાર્થી જય રમેશભાઇ મારૂ એ જીલ્લાની શાળાકીય ઝુડોની સ્પર્ઘામાં 50 કી.ગ્રામ વજનમાં ભાગ લઇ સમગ્ર જીલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાની સાથે વેરાવળ શહેરનું ગૌરવ વઘારેલ છે. આગામી દિવસોમાં વિઘાર્થી જય મારૂ જીલ્લાનું પ્રતિનીઘીત્વ કરનાર છે. આ વિઘાર્થીના કોચ તરીકે શિક્ષક કલ્પેશભાઇ કારીયા રહેલ છે.
પટણી સમાજની ચૂંટણી
વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે પટણી સમાજની ચુંટણી વેરાવળ સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખના નેજા હેઠળ યોજાયેલ જેમાં સરપંચ ગનીભાઇ સુમરા ની પેનલના સુમરા મહંમદ ઈસ્માઈલ ખાંજી સમાજના પ્રમુખ તરીકે ચુંટાઇ આવતા આગેવાનોએ હારતોરા કરી આવકારેલ હતા.
ગોવિંદપરા ગામે પટણી સમાજના પ્રમુખ તરીકેની મુદત પૂર્ણ થતા વેરાવળ મુસ્લિમ સમાજના પ્રમુખ અનવરભાઇ ચૌહાણની આગેવાનીમાં ચૂંટણી પંચ નિમાયેલ જેમાં અમીનભાઇ હિન્દુસ્તાન, હનીફભાઇ રંગીલા, હાજી યુસુફભાઇ ખૈર, આમદભાઇ એલ.કે.એલ., સલીમભાઈ એશિયા દ્વારા ચૂંટણી જાહેર કરાયેલ જેમાં પ્રમુખ તરીકેના ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ હતી. આ ચુંટણીમાં મહંમદ ઈસ્માઈલ ખાંજી ને 405 મત, સીબલી અહમદ મહમદ હૂસેને 223 મત અને વર્તમાન પ્રમુખ પંજા અ.સત્તાર ઈબ્રાહિમ ને 385 મત મળતા મહંમદ ઇસ્માઇલ ખાંજી ને 20 મતે ચૂંટણીપંચ દ્વારા વિજય જાહેર કરાયેલ હતા. આ તકે હાજર આગેવાનો અનવરભાઇ ચૌહાણ, ગોવિંદપરાના સરપંચ ગનીભાઇ નુરભાઇ સુમરા, મહંમદ સીદી મુગલ સહિતના એ નવા ચૂંટાયેલા પ્રમુખને હારતોરા કરી આવકારેલ હતા.
સોસાયટીઓમાં પાણી ભરાયા
ગીર-સોમનાથ જીલ્લામાં ભારે વરસાદ પડેલ હોય અને તંત્રની ઢીલી નીતિને લીધે સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયેલ હોય જે અંગે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સહીતનાને રજૂઆત કરેલ છે.
ગીર સોમનાથ જીલ્લા કોગ્રેસ માયનોરી પ્રમુખ ફારૂકભાઇ મલિક ની આગેવાનીમાં ડો.ઝયાઉલ હક, તસ્લીમભાઇ કાઝી, સુલેમાન ચાંદ, અલીભાઇ લાખા, ઇકબાલ ચૌહાણ, મો.હુશેન મુગલ, શકીલ બાવઝીર, સરવત કાપડીયા, સલીમ સેલત, બસીર મો.હુશેન સુમરા, સલાઉદ્દીન ચૌહાણ, રફીક રામશા, મો.રહિમ કાપડિયા સહીતના દ્વારા મુખ્યમંત્રી, કલેકટર, સાંસદ સભ્ય, ધારાસભ્ય, પ્રાદેશિક કમિશ્નર ભાવનગર સહીતનાને કરાયેલ આ રજૂઆતમાં જણાવેલ કે, કોઇ પણ જાતના આગોતરા આયોજન કરવા ને કારણે ભારે વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયેલ હતા. સીઝન પહેલા ગટરોની સફાઇ કરાવવી, નાના પાઇપ હોય ત્યાં પાણી ભરાતા હોય તે સ્થળે મોટા પાઇપ નાખી પાણીનો નિકાલ કરવો, નાળા ખુલ્લા કરાવવા તેની સફાઇ કરાવવી, નિચાણવાળા વિસ્તારોમાં હુડકો સૌસાયટી, હાઉસીંગ સોસાયટી, સિદ્ધાથે સોસાયટી, અલીભાઇ સોસાયટી, અજમેરી સોસાયટી, પ્રિન્સ સોસાયટી, મિશ્કિન સોસાયટી, શાહિગરા સોસાયટી, બાગે રહેમત, દિવાનિયા કોલોની, ભાલકા સોસાયટી, બહારકોટ, કોળીવાડા, લિલાશાહ નગર, હરસીદ્ધિ સોસાયટી, જલારામ નગર સહીતના સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય જેમાં ઘણી જગ્યાએ તો ગળાડુબ પાણી ભરાય જાય છે. જેથી આ વિસ્તારના લોકોને આર્થીક નુકશાન થાય છે.
વેરાવળ શહેરમાં 65 થી 70 ટકા લોકો ગરીબીરેખા નિચે જીવે છે અને રોજ કમાઇ ખાતા હોય તેમજ માછીમારીના વ્યવસાય ઉપર નિભેય હોય અને હાલ માછીમારી બંધ હોય ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર તરફ થી થયેલ નુકશાન બાબતે યોગ્ય કાયઁવાહી કરવા જણાવેલ છે. આ સોસાયટી વિસ્તારોમાં ગરીબ લોકો ને રોડ, રસ્તા, સફાઇ, લાઇટ જેવી પાયાની સુવિધા મળે તેમ રજુઆતના અંતમાં જણાવેલ છે.