પામોલીન તેલમાં રૂા.ર0 નો ઘટાડો

  • પામોલીન તેલમાં રૂા.ર0 નો ઘટાડો
    પામોલીન તેલમાં રૂા.ર0 નો ઘટાડો

રાજકોટ: ખાદ્યતેલ બજારમાં આજે ખાસ વધઘટ હતી નહી. ટેકસ પેઈડ સીંગતેલ નવા ડબ્બાનાં ભાવ 1પ60-1પ70 રહ્યા હતા. તેમજ કપાસીયા રીફાઈન્ડ તેલનાં ભાવ 1330-1360 ઉપર સ્થિર હતા. પામોલીન તેલમાં રૂા.ર0 ઘટી ભાવ 1110-11ર0 થયા હતા.
સીંગખોળમાં આજે રૂા.રપ0 વધી ર1પ00 થયા હતા. જયારે કપાસીયા ખોળ 10પ0-1ર80 પર સ્થિર હતા. એરંડામાં સુધારા તરફી વલણ હતુ. સ્થાનિક સોના-ચાંદીમાં મનમોર વલણ હતુ.
મગફળી
સૌરાષ્ટ્રનાં યાર્ડોમાં આજે મગફળીની 8 હજાર ગુણીની આવક હતી. રાજકોટ યાર્ઙમાં ર430 ગુણીની આવક હતી. ભાવ જાડી મગફળીના 700-803, જીણીનાં 670-780 રહ્યા હતા.
મીલ ડીલેવરીમાં જામનગરમાં જાડી મગફળીનાભાવ 7રપ-8ર0 રહ્યા હતા. જુનાગઢમાં 4000 ગુણીની આવક હતી. જાડી મગફળીના ભાવ 16800, જીણીનાં 19000, જીર0 ના 16700, પીલાણનાં 14600 રહ્યા હતા.
સીંગતેલ લુઝ
સીંગતેલ લુઝમાં આજે વધુ રૂા.10 વધી ભાવ 900-910 થયા હતા. કામકાજ પ-7 ટેન્કરનાં હતા. કોટનવોશના ભાવ 780-783 રહ્યા હતા. કામકાજ 10-1ર ગાડીના હતા. કંડલા બંદરે પામોલીન તેલના ભાવ 663-66પ તેમજ સોયાબીન તેલનાં 718-7ર0 રહ્યા હતા.
જામનગરમાં અને ભાવનગરમાં લુઝનાં ભાવ 900-910 વેરાવળમાં લુઝનાં 900 રહ્યા હતા.
ખાંડ
ખાંડ બજારમાં આજે સુધારો હતો. રાજકોટમાં પ00 ગુણીની આવક હતી. ખાંડ ડી ગ્રેડના ભાવ 3440-3પ00 અને સી ગ્રેડના 3540-3600 રહ્યા હતા.
એરંડા
એરંડા બજારમાં આજે સુધારા તરફી વલણ હતુ. ગુજરાતમાં 30-3પ હજાર ગુણીની આવક હતી. ભાવ 87પ-890 રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં 1600 ગુણીની આવક હતી. ભાવ 830-856 રહ્યા હતા. જગાણાનાં ભાવ રૂા.903, કડીમા 900, કંડલામાં રૂા.900, માવજી હરી અને ગીરનારનાં રૂા.89પ-900 રહ્યા હતા. જયારે દિવેલનાં ભાવ 91પ રહ્યા હતા.
સોના-ચાંદી
વૈશ્ર્વીક બજારમાં આજે ચાંદી 1પ.44 સેન્ટ હતી. જયારે સોનું 1રર3 ડોલર હતુ. રાજકોટ ઝવેરી બજારમાં ચાંદી 38700 ઉપર ટકેલી હતી. તેમજ સોનામાં રૂા.80 ઘટી સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 307ર0, રર કેરેટનાં ર99ર0 રહ્યા હતા. દાગીના પરતનાં ભાવ ર81ર0 રહ્યા હતા. તેમજ સોનાના બિસ્કિટ (100 ગ્રામ) ભાવ 307ર00 રહ્યા હતા.