ડેડાણમાં પશુ દવાખાનુ ચાલુ નહી થાય તો જલદ આંદોલનની ચિમકી

ડેડાણ તા.1
ડેડાણ ગામમાં છેલ્લા ઘણા જ સમયથી પશુ ડોકટરની જગ્યા ખાલી પડી છે. ડેડાણ ગામમાં પાંચ હજારથી વધારે પશુઓની સંખ્યાછે. છતા ડોકટર નથી. આજે કોઇપણ ના પશુઓ બિમાર પડે ત્યારે ખાંભા અથવા બાજુના
ગ્રામ્ય વિસ્તારમાં હાર્ડવૈધનો સંપર્ક સાધવો પડે છે. અને તમની ફી ઉંચી આપવી પડે છે.
અગાઉ અહીંયા પશુ દવાખાનું અને ડોકટરનો સ્ટાફ રહેતો હતો પરંતુ કોઇ કારણસર ડોકટરની જગ્યા રદ કરી છે. તે જાણવા મળ્યુ નથી એક માસમાં ડોકટરની જગ્યા અને દવાખાનું શરૂ નહી થાય તો ગામ બંધ રાખીને જલદ આંદોલન કરવાની ચીમકી પશુ માલીકો દ્વારા આપવામાં આવી છે.