વેરાવળમાં નેટફીસ અંગેના તાલિમ વર્ગમાં માછીમારો જોડાયા

  • વેરાવળમાં નેટફીસ અંગેના તાલિમ વર્ગમાં માછીમારો જોડાયા
    વેરાવળમાં નેટફીસ અંગેના તાલિમ વર્ગમાં માછીમારો જોડાયા

વેરાવળ તા.1
વેરાવળમાં આવેલ સી.આઇ.એફ.ટી. તથા આઇ.સી.એ.આર. ના રિસર્ચ સેન્ટર ખાતે નેટફીશ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયેલ જેમાં ટ્રોલ નેટ માટે ચોરસ જાળીદાર કોડેન્ડ બનાવવા માટેની માહીતી માચ્છીમારોને આપવામાં આવેલ હતી.
આજે તા.1 ના એક દિવસની તાલીમ કાર્યક્રમમાં આઇ.સી.એ.આર.-સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિશરીઝ ટેક્નોલોજી (સિ.આઇ.એફ.ટી.) ના વેરાવળ રિસર્ચ સેન્ટર સાથે જોડાણ હેઠળ નેટફિશ-એમ.પી.ઇ.ડી.એ. દ્વારા હાથ ધરવામાં આવી હતી અને પરંપરાગત માછીમારો ટ્રોલ નેટની અંતમાં હીરા આકારના કોડેન્ડનો ઉપયોગ કરી રહેલ છે. આ નાની માછલીઓ અને બિન લક્ષ્યાંકિત સજીવ (બાયકેચ) ના પકડાશ તરફ દોરી જાય છે આઇ.સી.એ.આર. - સી.આઈ.એફ.ટી. દ્વારા વિકસિત સરળ તકનીકના ઉપયોગથી, હીરા આકારની જાળી ચોરસ મેશમાં રૂપાંતર કરી શકાય છે. કોષને ચોરસ મેશ સાથે લગાડવામાં આવે છે તેમાં ઉચ્ચ ગાળણક્રિયા દર, ઓછો નાનો જથ્થો, ઓછો ઇંધણનો ઉપયોગ વગેરે જેવા ઘણા ફાયદા થતા હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવેલ હતું.
આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ આઇ.સી.એ.આર. સી.આઇ.એફ.ટી. ના ઇન્ચાર્જ વૈજ્ઞાનિક ડો.ટોમ્સ સી.જોસેફ એ કરાવેલ અને તેમને જણાવેલ કે, ગુજરાત સરકાર દ્વારા ભલામણ કરાયેલા પરંપરાગત હીરા આકારના મેશને ચોરસ આકારના કોડેન્ડમાં સ્થળાંતર કરવાની જરૂરિયાત પર માછીમારોને સાવધાન કરેલ તેમજ 40 મીમી ચોરસ મેશ સાથે માછીમારી ટકાઉ અને જવાબદાર માછીમારીને સુનિશ્ચિત કરવામાં આવનાર છે. વૈજ્ઞાનિક કપિલ એસ, આસિ. ડિરેક્ટર વિનોદ, ફીશ પ્રોસેસીંગ વિભાગના સેકસન હેડ ડો.આશિષ કુમાર ઝા, મત્સ્યોદ્યોગ અધિકારી ગજેન્દ્રસિંહ ચાવડા સહીતનાએ આ કાર્યક્રમ માટે પ્રસિદ્ધિ કરેલ અને કાનજીભાઇ એ ઉપસ્થિત માછીમાર ભાઇઓનું સ્વાગત કરેલ તેમજ રાજ્ય કોકોર્ડીનેટર નેટફિશ ના જિજ્ઞેશ વિસાવાડિયા એ ગુજરાત ક્ષેત્રે કાર્યક્રમની પૃષ્ઠભૂમિની સમજ સાથે આભાર માનેલ હતો. ટેકનિકલ ક્ષત્રમાં, ડો.પ્રજિત કે કે, સાયન્ટિસ્ટ અને સેક્સન હેડ, ફિશિંગ ટેકનોલોજીએ મેશ કોડેન્ડના અંતના વિશિષ્ટ સંદર્ભ સાથે જવાબદાર માછીમારી માટે બાયકેચ રિડક્શન ડિવાઇસ ઉપર ક્લાસ લીધા. એચ.વી.પુંગેંરા અને જે. બી. માલમડી તથા સંસ્થાના ટેકનિકલ અધિકારીઓ દ્વારા ટેક્નિકલ ક્ષત્રનું નિદર્શન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વેરાવળના વિવિધ માછીમારોના સમાજના 50 થી વઘુ માછીમારોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમનાં અંતે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ હતા.