વેરાવળના વડનગર ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ ઉજવાશે

વેરાવળ તા.1
કોડીનાર તાલુકાના વડનગર શ્રીરામ મંદિર ખાતે આવતી કાલે તા.2 ના બપોરે ત્રણ કલાકે બેટી બચાવો, બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
આ પ્રસંગે વડનગર ખાતે જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાશે જેમાં જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ મણીબેન રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન કિરણબેન સોસા, ડો.શિલ્પાબેન ઝણકાટ, ડો.જિજ્ઞાબેન ઝાલા, ડો.એમ.આર.પઢિયાર, ડો.એચ.ડી.પરમાર સહિત મહાનુભાવો દ્રારા સ્ત્રીભૂણ હત્યા અટકાવવા, સુક્ધયા સમૃધ્ધિ યોજના, દીકરીઓના સમાજીક મૂલ્યમાં વૃધ્ધિ અને સ્વનિર્ભરતા જેવા વિષયો પર મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનમાં જિલ્લાભરમાંથી મહિલાઓને સહભાગી થવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની યાદીમાં જણાવેલ છે.