વેરાવળમાં વાસ્તુ વિશે પ્રવતર્તી અંધશ્રધ્ધાની જાણકારી

  • વેરાવળમાં વાસ્તુ વિશે પ્રવતર્તી અંધશ્રધ્ધાની જાણકારી
    વેરાવળમાં વાસ્તુ વિશે પ્રવતર્તી અંધશ્રધ્ધાની જાણકારી

નિ:શુલ્ક વાસ્તુ શાસ્ત્ર સેમિનાર સંપન્ન
વેરાવળ તા.1
સોમનાથ ખાતે આવેલ ઓડિટોરિયમ નિ:શુલ્ક વાસ્તુશાસ્ત્ર સેમીનાર યોજાયેલ જેમાં વાસ્તુશાસ્ત્રના એસ્પર્ટ શૈલેન્દ્રસિંહજી વાધેલા દ્વારા વાસ્તુ વિશે પ્રવતર્તી અંઘશ્રઘ્ઘા અંગે જાણકારી આપવામાં આવેલ હતી.
વેરાવળ લોક જાગૃતિ મંચ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રમુખ દિપકભાઇ ટીલાવતે સ્વાગત કરેલ હતું. આ સેમીનારમાં પીપલ્સ કો.બેંકના ચેરમેન વિક્રમભાઈ તન્ના, સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ લખમભાઈ ભેસલા, ઉપપટેલ ગોવિંદભાઇ વણિક, ગોલ્ડ-સિલ્વર એસો.ના પ્રમુખ ગીરીશભાઈ પટૃ, બીલ્ડર્સ ઓશો.પ્રમુખ બાદલભાઈ હુંબલ, કેટરિંગ એશો.ઉપપ્રમુખ નવનીતભાઈ ઉપાધ્યાય, સ્ટેશન માસ્ટર ત્રિવેદી, સંસ્કૃત યુનિ. ના રજીસ્ટાર જાદવ, ડો.વિનોદકુમાર ઝા સહીતના હાજર રહેલ હતા અને લોકજાગૃતિ મંચના જીતેન્દ્ર મહેતા, બિપિનભાઇ સંઘવી, દુર્ગાદાસ ભાગવાની, પ્રવીણભાઈ ઠાકર સહીતનાએ શૈલેન્દ્રસિંહને સ્મૂર્તિ ચિન્હ આપી સાલ ઓઢાડી સન્માનીત કરેલ હતા. આ સેમીનારમાં શૈલેન્દ્રસિંહએ વાસ્તુ વિશે પ્રવર્તતી શ્રદ્ધા-અંશ્રાદ્ધ અંગે તેમજ ઘર, બંગલો, ફેક્ટરીમાં તોડફોડ વગર વાસ્તુશાસ્ત્રનું સચોટ માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મંચના સદસ્યો સોની જીતેન્દ્ર કતીરા, ભગવાન સોનૈયા નરેન્દ્ર દુદીયા, દિવ્યેશ ચોલેરા સહીતનાએ જહેમત ઉઠાવેલ અને સેક્રેટરી ભાવેશ મહેતાએ આભાર વિધિ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.