ત્રંબામાં બે મકાનમાં ઘુસી ઘરના સભ્યોને સુતા રાખી રોકડ મોબાઈલ સહીત 80 હજારની ચોરી

  • ત્રંબામાં બે મકાનમાં ઘુસી ઘરના સભ્યોને સુતા રાખી રોકડ મોબાઈલ સહીત 80 હજારની ચોરી
    ત્રંબામાં બે મકાનમાં ઘુસી ઘરના સભ્યોને સુતા રાખી રોકડ મોબાઈલ સહીત 80 હજારની ચોરી

રાજકોટ તા.1
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ ત્રંબા ખાતે ગત રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં તસ્કરોએ ધામા નાખી બે મકાનના ઘરના સભ્યોને સુતા રાખી 80 હજારની મતા ચોરી કરી તેમજ એટીએમનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા દોડધામ શરુ કરી છે
રાજકોટની ભાગોળે આવેલ કસ્તૂરબાધામ ત્રંબા ગામમાં રહેતા મહેશભાઈ બાબુભાઇ મકવાણાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે ઘરમાં સુતા હતા ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા તસ્કરો ઘરની ડેલી ટપીને પ્રવેશ કરીને ઘરમાં ઘુસ્યા હતા તેઓએ કોઈ પદાર્થ સૂંઘાડી દીધું હોય ઘરના એકપણ સભ્યની ઊંઘ ઉડી ન હતી અને તસ્કર નીચેના રૂમમાંથી રોકડા 20 હાજર, ઉપરના રૂમમાંથી 50 હજાર, ચાર મોબાઈલ અને બાજુમાં રહેતા કલ્પેશભાઈના ઘરમાંથી રોકડા 4 હજાર સહીત 80 હજારની ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હતા તસ્કરો જતા હતા ત્યારે જ એક બાળકી રડવા લાગતા એક સભ્યની ઊંઘ ઉડી હતી તેણે એક શખ્સને ભાગતા જોયો હતો ત્યાર બાદ તસ્કરોએ ગામમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટરમાં ઘુસી દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો ફરીથી તસ્કરોએ ત્રંબામાં ધામા નાખતા પીએસઆઇ જી એન વાઘેલા સહિતના સ્ટાફે તસ્કરોનું પગેરું મેળવવા દોડધામ શરુ કરી છે