મોરબીના નજીક ડમ્પરની ઠોકરે બાઈક ચાલકને ઈજા

મોરબી તા.1
મોરબીના બેલા ગામ પાસે ધન્યવાદ હોટલ નજીક ડમ્પર ચાલકે મોટર સાયકલ ચાલકને હડફેટ લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો.
મોરબીના બેલા રોડ પર મોટર સાયકલ લઈને જઇ રહેલા દીલીપભાઇ રામજીભાઇ ચૌહાણ ઉ.27 રહે. નીચી માંડલ વાળાને ડમ્પર ટ્રક નંબર ૠઉં-09-ણ-5499 વાળાએ પુરઝડપે અને બેદરકારી રાખી મનુષ્ય ની જિંદગી જોખમાય તેમ બેદરકારીથી ચલાવી એકદમ સાઇડના રોડ ઉપર ચડાવી ફરીને તેઓ હીરો સ્પ્લેન્ડર મો.સા. નં-ૠઉં-36 ઊ-5581 વાળા સહીત હડફેટે લઇ પછાડી દીધા હતા આ અકસ્માતમાં ફરીયાદીને કમરના ભાગે તથા જમણા પગના થાપાના ભાગે ફેકચરની તથા ગુપ્ત ભાગે તથા બંન્ને પગે ડાબા હાથે છાતી ના ભાગે ઇજાઓ પહોચાડી પોતાના હવાલાનો ટ્રક રેઢો મુકી નાશી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જુગાર
માળીયાના વેજલપર ગામે કોળીવાસમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વિક્રમભાઈ મનજીભાઈ ગડેશીયા, ઉ.વ.22, કમલેશભાઈ ભગવાનજીભાઈ ગડેશીયા, ઉ.વ.21 , જગદિશભાઈ વસંતભાઈ ગૌસ્વામી, ઉ.વ.32 , અજયભાઈ દિનેશભાઈ ગોસાઈ, ઉ.વ.19 , રવજીભાઈ ભુપતભાઈ ગડેશીયા, ઉ.વ.32 ,જગદિશભાઈ મગનભાઈ ગડેશીયા, ઉ.વ.23 તથા મુકેશભાઈ લાભુભાઈ ગડેશીયા ઉ.વ.26 ા રંગે હાથ ઝડપાઇ ગયા હતા