ધ્રોલમાંથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

  • ધ્રોલમાંથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો
    ધ્રોલમાંથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

જામનગર તા.1
જામનગર જીલ્લાનાં ધ્રોલ શહેરમાંથી એલસીબી પોલીસે દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
જામનગર એલસીબી પોલીસ સ્ટાફને મળેલી બાતમીનાં આધારે ધ્રોલનાં લતીપુર ચોકડી પાસેથી રામભાઈ હકુભાઈ બાંભવાને રૂા.10 હજારની કિંમતનાં દેશી તમંચા સાથે ઝડપી લીધો હતાં.
આ કાર્યવાહી એલસીબીનાં પીઆઈ આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઈ. વી.એમ.લગારીયા વી.વી.વાગડીયા તથા સ્ટાફે કરી હતી.
જામનગરમાં જુગાર રમતા નવ ઝડપાયા
જામનગરમાં બેડેશ્ર્વરમાં એકડે એક બાપુની દરગાહ પાસે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમાતો હાવાની બાતમીનાં આધારે એલસીબી પોલીસે ગઈકાલે દરોડો કાટલીયા હર્ષદભાઈ મનસુખભાઈ ભટ વિજયભાઈ રામજીભાઈ ઝીંઝુવાડીયા ખોડુભાઈ બાબુભાઈ સતપરા જીતુભાઈ ગોપાલભાઈ ગોહિલ વગેરે નવ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને તેનાં કબજામાંથી રૂા.33000 ની રોકડ રકમ કબજે કરી હતી.
જામજોધપુરમાં જુગાર
રમતા 11 ઝડપાયા
જામજોધપુરમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડયો હતો. અને રમેશ મગનભાઈ ઝીઝુવાડીયા લાખાભાઈ મોહનભાઈ ચૌહાણ વગેરે 11 શખ્સોને રૂા.6550 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.