કલ્યાણપુરના ગુરગઢ ગામે જુગાર રમતા છ ઝડપાયા

જામખંભાળીયા તા.1
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે સ્થાનીક પોલીસે દરોડા પાડી મોડી રાત્રીના સમયે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અસલમ અબદુલભાઇ શેખ, સુલમાન ઇશાક સંઘાર, જુસબ ઇશાકભાઇ મેઘર, ઇસ્માઇલ બલુભાઇ રૂંઝા, ફિરોઝ મામદભાઇ રાવકુંડા અને અલી કાસમભાઇ સમા નામના છ શખ્સોનેપોલીસે ઝડપી લઇ કુલ રૂા 10,050/- નો મુદામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ જરુરી કાર્યવાહી કરી હતી.