ઉના નજીકથી વિદેશી દારૂ સાથે બાઈક ચાલક પકડાયો

  • ઉના નજીકથી વિદેશી દારૂ સાથે બાઈક ચાલક પકડાયો
    ઉના નજીકથી વિદેશી દારૂ સાથે બાઈક ચાલક પકડાયો

ઉના,તા.1
ઉનાનાં એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે જીલ્લાની એલસીબી પોલીસે મોટરસાયકલની ટાંકી નીચે બનાવેલ ચોરખાનામાં છુપાવેલ 47 બોટલ વિદેશી દારૂ સાથે 1 ને પકડી પાડયો હતો.
ઉનાનાં એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે ગીર સોમનાથ જીલ્લાની એલસીબી પોલીસનાં કર્મચારી પ્રવીણભાઈ બાલુભાઈ મોરીએ દિવથી આવતુ મોટરસાયકલ નં. જી.જે. 3ર એફ 6404 ઉપર આવતાં સોયલ જમાલશા કનોજીયા ઉ.વ.19 રે. શૈયદ રાજપરા તા.ઉના. વાળાને રોકી તપા કરતાં પેટ્રોલની ટાંકી નીચે બનાવેલ ચોરખાનામાં છુપાવેલ પરપ્રાંતની ઈગ્લીશ દારૂની પાસ પરમીટ વગરની 47 નંગ બોટલ તથા મોટરસાયકલ મળી રૂા.3ર હજાર ત્રણસો પચાસ રૂપીયાનાં મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી ચોરે બનાવેલ તરકીબ નિષ્ફળ બનાવી હતી.