તાલાલામાં પાણીપુરીના ધંધાર્થીઓ ઉપર ફૂડ વિભાગનાં વ્યાપક દરોડા

તાલાલા ગીર,તા.1
તાલાલા શહેરમાં પાણીપુરી તથા પકોડીની 1પ લારી તથા પેઢીઓ ઉપર ગીર સોમનાથ જીલ્લા ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા વ્યપાક પ્રમાણમાં ચેકીગ કરતાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા લારી અને દુકાનદારો ફફડી ગયાં છે.
ગીર સોમનાથ જીલ્લા ફુડ ઈન્સ્પેકટર પી.બી. સાવલીયાએ આપેલ વિગત પ્રમાણે તાલાલા શહેરમાં જાહેરમાં લારી રાખી વેચાણ કરતાં પાણીપુરી તથા પકોડીવાળા ઉપરાંત ફાસ્ટફુડની દુકાનો ઉપર વ્યાપક પ્રમાણમાં ચેકીંગ કરી પાણીપુરીનું વાસી પાણી 70લીટર સીન્થેટીક કલરવાળુ દાબેલી મસાલો ર0 કીલો, કલરવાળી લીલી તથા લાલ ચટણી રપ કીલો ઉપરાંત વાસી બ્રેડ તથા વાસી તેલ સહીતની અખાદ્ય વસ્તુ પકડી નાસ કરવામાં આવ્યો હતો. તાલાલા શહેરમા લાયસન્સવગર ધંધો કરતા લારી તથા દુકાનદારોને નોટીસ આપી લાયસન્સ વગર ધંધો બંધ કરવા તાકીદ કરી હતી.
ફુડ ઈન્સ્પેકટરે જણાવ્યુ હતું કે તાલાલામાં પાણીપુરી તથા પકોડીનો જાહેરમાં તથા પેઢી ઉપરથી વેપાર કરતાં તમામ લોકોને આરઓનુ પાણી વાપરવા કલરનો ઉપયોગ બંધ કરી સંપુર્ણ વસ્તુ કાઢીને સ્વચ્છ રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. તાલાલા શહેરમાં ફુડ વિભાગનાં વ્યાપક પ્રમાણમાં ચેકીંગથી પાણીપુરી તથા પકોડીવાળા ફફડી ગયા હતા.