સુરેન્દ્રનગર મેળામાં થયેલ યુવાનની હત્યામાં ત્રણ આરોપીઓ ઝડપાયા

વઢવાણ તા.1
સુરેન્દ્રનગરમાં મેળામાં ગયેલ યુવાન ઉપર નવ શખ્સોએ હુમલો કરી મોત નિથજાવવાના બનાવ બાદ પોલિસે હત્યાના આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને આજે પકડી પાડયા હતા.
બનાવની વિગત મુજબ સુરેન્દ્રનગરના 80 ફુટરોડ ઉપર દેશળ ભગતની વાવ પાસે રહેતા ભરત ભોપાભાઇ મુંધવા નામનો યેવાન જાગરણની રાત્રે પધારવાની મહિલાઓ સાથે બસ સ્ટેન્ડ પાસે ભરાયેલ મેળામાં ગયો હતો ત્યારે મહિલાઓ સાથે અથડાવવાના મુદ્દે આરોપીઓ સાથે બોલાચાલી થઇ હતી અને બધા છુટા પડી ગયા હતા.
જાગરણના બીજા દિવસે ભરત મુંધવા રીક્ષા લઇને મેળામાં આવેલ છે તેવી માહિતી મળતા આરોપી પારસ, ભાવેશ, સહદેવ સહિતના નવ શખ્શોએ હથીયાર વડે ભરત ઉપર હુમલો કરતા તેને અમદાવાદ સારવાર અર્થે ખસેડેલ જયાં તેનું મોત નિપજતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. અને આ બનાવની ફરિયાદ નોંધાતા પોલિસે અલગ ટીમ બનાવી હત્યામાં સંડોવાયેલ ત્રણ શખ્સોની ધરપકડ કરી
બાકીના છ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.