ઇ-કોમર્સ કંપનીઓને ભારતમાં રાખવો પડશે ડેટા

 હાલ ભારતમાં ઇ-કોમર્સનું માર્કેટ 25 અબજ ડોલરનું છે. જ્યારે આવનારા દાયકામાં તે વધી 200 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. આ સેકટરમાં વધતી એક્ટિવિટીના લીધે દિગ્ગજ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને રિટેલ પ્લેયર્સ વોલમાર્ટ, સોફ્ટબેન્ક, અલીબાબા, ટાઇગર ગ્લોબલ અને ટેંસેંટ જેવી કંપનીઓએ ભારતમાં રોકાણનો નિર્ણય કર્યો છે. ડ્રાફ્ટ પોલિસીમાં કેટલીય ખામીઓને કાબૂમાં લેવાનો પણ પ્રસ્તાવ છે. ડ્રાફ્ટમાં માત્ર અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી માર્કેટપ્લેસ જ નહીં પરંતુ ગ્રૂપની કંપનીઓ પર પણ નજર રાખવાની વાત કહેવાઇ છે.