રાજકોટ જિલ્લાનાં 592 ગામોમાં આજથી શરૂ થશે સ્વચ્છતા સવે

રાજકોટ તા.31
રાજકોટ જીલ્લાના પ9ર ગામમાં આવતીકાલથી એક મહિનો સ્વચ્છતા સર્વે હાથ ધરવામાં આવશે. જે ગામ સ્વચ્છતામાં નંબર-1 બનશે તે ગામને ઇનામ આપવામાં આવશે તેમ જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું.
ડીડીઓએ વિશેષ વિગત આપતા જણાવ્યું હતું કે ગ્રામ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કેન્દ્ર કે રાજ્ય સરકારની ટીમ દ્વારા પ્રત્યેક ગામની મુલાકાત લેવામાં આવશે. ગામની સ્વચ્છતા માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ માર્કસ આપવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોની જેમ હવે ગામડામાં પણ સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જેમાં રાજકોટ જીલ્લાના ગામોનો સમાવેશ કરાયો છે. સ્વચ્છ ભારત મિશનમાં શહેરી વિસ્તાર સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવતીકાલ 1 ઓગસ્ટથી સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવનાર છે. તેમાં રાજકોટ જીલ્લાના પ9ર ગામોમાં સર્વે કરવામાં આવશે.
જે ગામોમાં સર્વે થશે તે ગામના નામો જાહેર નહીં કરાય પરંતુ રેન્ડમલી નક્કી કરીને તેમાં ભારત સરકાર સ્વચ્છતાની સ્થિતિનો તાગ મેળવશે, તેના આધારે જ માર્કસ આપવામાં આવશે. મુલ્યાંકન કરનારી ટીમ ગામની સ્કુલ, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્ર, હાટ બજાર ધાર્મિક સ્થળે સફાઇની સાથેગામના મહત્વપૂર્ણ લોકોનો મત પણ લેશે.
ત્રણ પ્રકારે કરવામાં આવનાર સર્વેક્ષણ ગ્રામજનોનાં સ્વચ્છતા અંગેના મંતવ્યો લેવામાં આવશે. સર્વે કરનાર ટીમ દ્વારા ગામની તાજેતરની સ્થિતિ જાણવામાં આવશે અને જીલ્લા કક્ષાએ સ્વચ્છતાની કામગીરીમાં હાંસલ કરેલ સિધ્ધિ અને મુલ્યાંકન કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જેટલા જાહેર સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવશે તેમાં જે સ્થળો પણ પાણીના ખાબોચીયા વધુ ભરાયેલા હશે તેમજ કચરાનો જથ્થો વધારે હશે તેવા સ્થળોએ ર ગુણનો ઘટાડો થશે.