‘નાગરિકતા’ના મુદ્દે હવે આસામી બાંગ્લાદેશી સામ સામે: નવો ભડકો !

બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સરહદ પરથી આસામમાં ઘૂસણખોરી કરીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાનું રાજકારણ અને તેને લગતો વિવાદ લાંબા વખતથી ચાલતો રહ્યો છે. એમના મત આસામનાં રાજકીય પ્રવાહ ઉર અને આસામની સાંસ્કૃતિક પરંપરા ઉપર તરાપ મારી રહ્યા છે. એવો આક્ષેપ થઈ રહ્યો છે.
હવે નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝનનો ફાઈનલ ડ્રાફટ પ્રકાશમાંવતા રાજકીય જવાળામુખી ભભૂકયો છે. અને ‘નાગરિકતા’ના મૂદે બાંગ્લાદેશી-આસામી વચ્ચે ભડકાની પરિસ્થિતિ જાગી છે. અને તે રાજકીય દાવાનળનું સ્વરૂપ પેદા કરી
શકી છે. આને લગતા અહેવાલો મુજબ  આસામમાં ન્ોશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝન માટે ફાઇનલ ડ્રાટ જારી કરવામાં આવ્યા બાદૃ આન્ો લઇન્ો રાજકીય હોબાળો મચી ગયો છે. આ ડ્રાટમાં ૪૦ લાખ લોકોના નામ નથી. આવી સ્થિતિમાં પ્રશ્ર્ન એ થઇ રહૃાો છે કે, આશરે આ ૪૦ લાખ લોકોનું શું થશે. અલબત્ત આ ફાઈનલ લિસ્ટ નથી પરંતુ ડ્રાટ છે. જે લોકોના નામ આમા સામેલ નથી ત્ોવો આના માટે દૃાવો કરી શકે છે છતાં આન્ો લઇન્ો આસામમાં તંગદિૃલીની સ્થિતિ છે. નવા ન્ોશનલ સિટિઝન રજિસ્ટ્રારમાં આસામમાં રહેતા તમામ ભારતીય લોકોના નામ, સરનામા અન્ો ફોટાઓ છે. આ પ્રથમ વખત છે જ્યારે વિસ્તારમાં ગ્ોરકાયદૃેરીત્ો રહેતા લોકોના સંદૃર્ભમાં માહિતી જારી કરવામાં આવી રહી છે. દૃેશમાં લાગ્ાૂ નાગરિકતાના કાયદૃાથી થોડોક અલગરીત્ો રાજ્યમાં અસમ અકાર્ડ ૧૯૮૫ લાગ્ાૂ છે. ત્ોના કહેવા મુજબ ૨૪મી માર્ચ ૧૯૭૧ની અડધી રાત સુધી પ્રદૃેશમાં પ્રવેશ કરનાર લોકોન્ો ભારતીય નાગરિક ગણવામાં આવશે. નાગરિકતા માટે ૩૨૯૯૧૩૮૦ લોકોએ અરજી કરી હતી જે પ્ૌકી ૨૮૯૩૮૬૭૭ન્ો નાગરિકતા માટે લાયક ગણવામાં આવ્યા છે. જે ૪૦ લાખ લોકોના નામ યાદૃીમાં નથી ત્ોમની પાસ્ો હજુ પણ ક્લેઇમ કરવાની તક છે. એનઆરસીના કો-ઓર્ડીન્ોટરનું કહેવું છે કે, આ યાદૃીના આધાર પર કોઇપણ નાગરિકન્ો હાલમાં અટકાયતી સ્ોન્ટરમાં મોકલવામાં આવનાર નથી. હવે પ્રશ્ર્ન એ થાય છે કે, અંતિમ ડ્રાટ આવ્યા બાદૃ જે લોકોના નામ એનઆરસીમાં નથી ત્ોમના ભાવિનું શું થશે. આજે રાજનાથિંસહે આ સંદૃર્ભમાં ખુલાસો કર્યો હતો અન્ો કહૃાું હતું કે, આ સમગ્ર મામલામાં પારદૃર્શકતા દૃર્શાવવામાં આવશે. એનઆરસી લિસ્ટન્ો લઇન્ો અડચણો દૃેખાઈ રહી છે. તમામ બાબતો સુપ્રીમ કોર્ટના દૃેખરેખમાં ચાલી રહી છે. જે લોકોન્ો લાગ્ો છે કે, ત્ોમના નામ અંદૃર હોવા જોઇએ ત્ોમન્ો સામેલ કરવામાં આવી શકે છે. રજિસ્ટ્રાર જનરલ શૈલેષે સ્પષ્ટતા કરતા કહૃાું છે કે, આ લિસ્ટ અંતિમ નથી. ક્લેઇમ અને વાંધાઓની નોંધણી કરવામાં આવશે. આગામી દિૃવસોમાં આ લોકોના મતાધિકારન્ો લઇન્ો પણ પ્રશ્ર્નો ઉઠશે. આ ૪૦ લાખ લોકો મતદૃાન કરી શકશે કે કેમ ત્ો સંદૃર્ભમાં અંતિમ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે. ક્લેઇમ કરવાની તક આપવામાં આવી છે. ૩૦મી ઓગસ્ટથી લઇન્ો ૨૮મી સપ્ટેમ્બર સુધી દૃાવા કરી શકાય છે. સમગ્ર સુનાવણી બાદૃ આનો નિકાલ કરવામાં આવશે.
આસામમાં રહેલા અરજીદૃારો હેલ્પલાઈન નંબર ૧૫૧૦૭ પર કોઇપણ સમયે કોલ કરી શકે છે. યાદૃીમાં એવા લોકોન્ો પણ સામેલ કરવામાં આવશે જે લોકોના વંશજ દૃેશની પ્રથમ વસ્તીગણતરી ૧૯૫૧માં સામેલ હતા. આસામમાં ગ્ોરકાયદૃેરીત્ો રહેતા બાંગ્લાદૃેશીઓનો મામલો ખુબ જટિલ મુદ્દો રહૃાો છે. આન્ો લઇન્ો કેટલાક મોટા િંહસક આંદૃોલન પણ થઇ ચુક્યા છે. આસામના મુળ નાગરિકોએ તર્ક આપ્યું છે કે, ગ્ોરકાયદૃેરીત્ો આવીન્ો અહીં રહેતા લોકો ત્ોમના અધિકારો મેળવી રહૃાા છે.
આસામમાં આજે જારી કરવામાં આવેલા ન્ોશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝનના ફાઇનલ ડ્રાટ ઉપર રાજકીય ઘમસાણ મચી ગયું છે. ત્ાૃણમુલ કોંગ્રેસના સભ્યોએ યાદૃીમાં ૪૦ લાખ લોકોના બહાર હોવાન્ો લઇન્ો રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો જેના પરિણામ સ્વરુપ્ો કાર્યવાહી બ્ો વખત મોકુફ કરવાની ફરજ પડી હતી. લોકસભામાં પણ વિપક્ષી સભ્યોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. કેન્દ્રીય ગ્ાૃહમંત્રી રાજનાથિંસહે લોકસભામાં નિવેદૃન આપીન્ો કહૃાું હતું કે, આ મુદ્દા ઉપર ધાંધલ ધમાલ કરવાની જરૂર નથી.
જેનું પણ નામ ડ્રાટમાં નથી ત્ોન્ો દૃાવા કરવા માટે પુરતી તક મળશે. રાજનાથિંસહે કહૃાું હતું કે, જે ડ્રાટ છે ત્ો અંતિમ નથી. ત્યારબાદૃ પણ દૃાવા કરવામાં આવી શકે છે. જે લોકોન્ો લાગ્ો છે કે, ત્ોમનું નામ આમા હોવું જોઇએ ત્ો એનઆરસીમાં દૃાવા કરી શકે છે. આ દૃાવાન્ો કેટલા દિૃવસમાં નિકાલ કરી દૃેવામાં આવશે આ સંદૃર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.
આમા તમામ લોકો સહકાર આપ્ો જરૂરી છે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટની દૃેખરેખ હેઠળ છે.
આ સંપ્ાૂર્ણપણે નિષ્પક્ષ રિપોર્ટ છે. કોઇપણ ભ્રામક માહિતી આપવામાં આવી નથી. આ કોઇ ફાઇનલ લિસ્ટ નથી. માત્ર ડ્રાટ છે. નાગરિકતા માટે ૩૨૯૯૧૩૮૦ લોકોએ નાગરિકતા માટે અપીલ કરી હતી જેમાંથી ૨૮૯૩૮૬૭૭ લોકોએ યોગ્ય ગણવામાં આવ્યા બાદૃ ત્ોમન્ો નાગરિકતા આપવામાં આવી છે. આ અગાઉ ટીએમસી સાંસદૃ સૌગત રોયે એનઆરસી રિપોર્ટન્ો લઇને લોકસભામાં સ્થગન પ્રસ્તાવની વાત કરી હતી. ડ્રાટ જારી કરવામાં આવ્યા બાદૃ ટીએમસીના સાંસદૃ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ બધુ બેશક દર્શાવે છે કે, આ મામલો સરવાળે ચૂંટણીલક્ષી બનશે. એનાથી રાજકીય કજિયાખોરી વધશે અને પ્રાદેશિકતાવાદ એકબીજાને આમને મૂકી દેશે. આપણા દેશમાં જે કાંઈ બની ચૂકયું છે. તેનું પુનરાવર્તન થશે અને તે દેશનાં હિતમાં નહિ હોય !